Only Gujarat

National

મહિલા સરપંચે કહ્યું મારે પતિથી જોઈએ છે તલાક, પ્રેમી સાથે રહીશ લીવ-ઈનમાં, જુઓ તસવીરો

એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં પાંચ દિવસ પહેલા એક પરિણીત મહિલા સરપંચ ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. લોકો પરેશાન હતા અને શોધખોળ કરી રહ્યાં હતા એવામાં અચાનક પાંચ દિવસ બાદ તે પોતાના પ્રેમી સાથે ગામ પરત ફરી બધાને ચોંકાવી દીધા.

આ સમગ્ર ઘટના રાજસ્થાનના બાડમેરના સમદડીની છે. અહીં પાંચ દિવસ પહેલા મહિલા સરપંચ પિંકી ચૌધરી અચાનક જ ગાયબ થઇ ગઇ. ત્યાર બાદ સરપંચના પિતાએ થાનામાં તેની ગાયબ થયાની રિપોર્ટ દાખલ કર્યો. પોલીસે મામલાની તપાસ શરૂ તો કરી પરંતુ ટૂંક સમયમાં જ કેસ ઉકેલાઇ ગયો.

ગુમ થયાના પાંચ દિવસ બાદ સરપંચ પિંકી ચૌધરી રવિવાર 23 ઓગસ્ટે પોતાના પ્રેમી સાથે પોતાના ઘરે પરત ફરી તો બધા ચોંકી ગયા. પિંકીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું જેમાં તેણીએ સમગ્ર હકિકત પોલીસને જણાવી. સરપંચ પિંકી ચૌધરીએ પોતાના સાસરિયાવાળા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પિંકી ચૌધરીએ કહ્યું કે હું પિયર અને સાસરિયામાં જવા માગતી નથી. તે તલાક લેવા માગે છે અને લિવ ઇન રિલેશનશિપમાં અશોક ચૌધરી સાથે રહેવા માગુ છું.

એવું પણ સામે આવ્યું છે કે ગાયબ થયા બાદ સરપંચ પિંકી ચૌધરીએ પોલીસે ઇમેલ મોકલી પતિ અને સસરા પર જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. પછી રવિવાર 23 ઓગસ્ટે બપોરે પિંકી ચૌધરી પોતાના ગામ પહોંચી તો તે સાસરિયાવાળા અને પિયર બંનેમાંથી કોઇ પાસે ગઇ નહીં. પિંકી ચૌધરી તલાક લેવાની વાત કરી રહી છે. તો ગામમાં રહેતા અશોક ચૌધરીની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગે છે. તેણીએ એવું પણ જણાવ્યું કે જ્યાં સુધી તલાક ન થાય ત્યાં સુધી તેના જ ઘરે રહેશે.

થાનાધિકારી મીઠા રામ ચૌહાણને રવિવાર બપોરે ગ્રામ પ્રધાને ફોન પર ગામ આવવાની જાણ કરી હતી. મીઠા રામ ચૌહાણ પિંકી ચૌધરીના પ્રેમી અશોક ચૌધરીના ઘરે પહોંચે અને ત્યાં જ પોતાનું નિવેદન નોંધે. પોલીસને પિંકીએ જણાવ્યું કે તે પોતાની મરજીથી ઘરેથી નીકળી હતી અને પોતાની મરજીથી હે પરત આવી છે. હવે તે પોતાના પ્રેમીની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગે છે અને પતિ પાસેથી તલાક થયા બાદ લગ્ન પર વિચાર કરશે.

જો કે સરપંચે સાસરિયાવાળા પર આરોપ લગાવી એવું કહ્યું કે તે તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી ઇચ્છતી નથી. બસ તે પોતાના પતિથી તલાક લેવા માગે છે. આ તરફ સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો. આ સિવાય છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત સોશિયલ મીડિયા પર સરપંચ પિંકી ચૌધરીને લઇને વિવિધ વાતો સામે આવી રહી હતી.

બીજી બાજુ થાનાધિકારી મીઠાલાલ ચૌહાણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રધાન પિંકી ચૌધરીએ પોતાના સાસરિયાવાળા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

જેમાં તેણીએ કહ્યું છે કે તેના પર સામાજિક દબાણ કરવામાં આવી રહ્યું છે. પિંકી ચૌધરીએ કહ્યું કે જરૂર પડ્યે તે ન્યાયાલયમાં પોતાનું નિવેદન દાખલ કરાવશે.

You cannot copy content of this page