Only Gujarat

National

પ્રેમીએ લગ્નની ના પાડતાં જ પ્રેમિકા પહોંચી સીધી પોલીસ સ્ટેશન પછી…..

ઔરૈયાનો એક રોચક મામલો સામે આવ્યો છે. અહીં પોલીસ સ્ટેશનમાં પ્રેમી-પ્રેમિકાએ લગ્ન કર્યા છે. જોકે, 4 વર્ષ પહેલાં બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. એરફોર્સમાં નોકરી મળ્યા પછી પ્રેમીએ લગ્નની ના પાડી દીધી હતી. આ સાથે જ બીજી છોકરી સાથે લગ્ન નક્કી કરી લીધા હતાં. પ્રેમિકાને આ વાતની જાણ થતાં તેને પ્રેમીને મળવાના બહાને બોલાવ્યો હતો.

પ્રેમિકાએ એક કલાક સુધી સમજાવતા પ્રેમી માન્યો નહીં તો તેને પોલીસ બોલાવી લીધી હતી. પોલીસ બંનેને સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે સમજાવતાં પ્રેમી લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો. બંનેએ માની ગયા પછી પરિવારની સહમતી પછી એકબીજાએ વરમાળા પહેરાવીને લગ્ન કર્યા હતાં.

કાનપુર દેહાતના રહેવાસી છે પ્રેમી-પ્રેમિકા
કાનપુર દેહાતના સબલપુર ગામમાં રહેતાં વેદ પ્રકાશના ગામની પ્રિયંકાને 2018માં પ્રેમ થયો હતો. આરોપ છે કે, વેદ પ્રકાશે લગ્નનો વાયદો કરી પ્રિયંકા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતાં. 2019માં વેદ પ્રકાશને એરફોર્સમાં નોકરી મળી ગઈ હતી. તેનું પોસ્ટિંગ પઠાણકોટમાં થઈ ગયું છે.

પ્રિયંકા મુજબ નોકરી મળ્યા પછી વેદ પ્રકાશે ફોન પર વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં તે લગ્ન કરવાની પણ ના પાડતો હતો. તેને માતા-પિતાના કહેવાથી બીજી છોકરી સાથે લગ્ન પણ નક્કી કરી લીધા હતાં. પ્રિયંકાએ ઘણીવાર સમજાવ્યા પછી પણ વેદપ્રકાશ લગ્ન માટે તૈયાર થયો નહોતો.

પોલીસે સમજાવ્યા પછી માની ગયો પ્રેમી
ગુરુવારે પ્રિયંકા ઔરૈયા પહોંચી ગઈ હતી. રાતે તે હોટેલમાં રોકાઈ હતી. તેને પ્લાન કર્યા મુજબ વેદ પ્રકાશને મળવા માટે બોલાવ્યો હતો. એક કલાક સુધી બંને વચ્ચે વાતચીત થઈ હતી. પણ વેદ પ્રકાશ લગ્ન માટે તૈયાર થયો નહીં. પ્રિયંકાએ પોલીસને ફોન કર્યો હતો. દોઢ-બે કલાક સમજાવ્યા પછી વેદ લગ્ન માટે માની ગયો હતો.

બંનેને પોલીસ સ્ટેશનના મંદિરમાં લગ્ન કરાવી દીધા હતાં. આ પછી બંનેએ કોર્ટ મેરેજ પણ કર્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ અવસ્થીએ જણાવ્યું કે, પ્રેમી લગ્ન માટે તૈયાર નહોતો. સમજાવ્યા પછી બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા હતાં. પરિવારની સહમતી પછી બંનેએ લગ્ન કર્યા છે.

You cannot copy content of this page