Only Gujarat

International

હોટલની રૂમમાં ડોક્ટર મહિલા દર્દી સાથે માણતો હતો સેક્સ, આ રીતે ખુલી પોલ

ડિગ્રી વગરના ડૉક્ટરના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, એક ડિગ્રીવાળો ડોક્ટર તેના દર્દીની સારવાર કરવા માટે તેની સાથે સંબંધ બાંધવા માટે કહે. ડૉક્ટર દર્દીને એવું કહેતો કે, સંબંધ બાંધવાથી તે સારી થઈ જશે. ઇટાલીમાં એક ડૉક્ટરે આવું જ કર્યું અને ટીવી ચેનલે આખા રેકેટને એક્સપોઝ કર્યું છે.

ડૉક્ટર એક સ્ત્રી રોગ વિશેષજ્ઞ છે. જેને સ્થાનિક લોકો મેજિક ફ્લૂટના નામથી ઓળખે છે. તે પોતાના દર્દી સાથે અર્ધનગ્ન હાલતમાં પકડાઈ ગયો હતો. આ પછી તેને રાજીનામું આપવું પડ્યું હતું. તેને જણાવ્યું કે, તે છોકરી સાથે યૌન સંબંધ તેને સાજા કરવા માટે બાંધી રહ્યો હતો. એક અંડરકવર તપાસમાં 60 વર્ષના ડૉક્ટર જિયોવાની મિનિએલોને હોટેલના રૂમમાંથી એક મહિલા દર્દી સાથે પકડાયો હતો.

મહિલા મા બની શકતી નહોતી. એટલે તે ડૉક્ટર પાસે ગઈ હતી. ત્યારે કથિત રીતે ડૉક્ટરે તેને સલાહ આપી કે, તેને હ્યૂમન પોપિલોમા વાઇરસ (એચપીવી)ના સંકેત દેખાઈ રહ્યા છે. તે એક સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડીએનેએ વાયરલ છે જે આગળ જતાં કેન્સરનું કારણ બની શકેછે. તેને મહિલાને કહ્યું કે, ઘણી મહિલાઓને કેન્સરથી બચાવી છે. જે લોકો સાથે મારો સંપર્ક થયો છે. તે દરેક સાજા થઈ ગયા છે. ઇટાલીના સાઉથમાં બારીમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર અને 15 અન્ય મહિલાઓ પર પણ આ રીતનો આરોપ લગાવ્યો છે.

અંડરકવર તપાસ કરનારી મહિલાની ઓળખ અન્ના મારિયા તરીકે થઈ છે. તે ગર્ભવતી ના થતાં ડૉક્ટરની સલાહ લીધી હતી. આ પછી ડૉક્ટરે તેને સંબંધ બાંધવા માટે કહ્યું હતું. તેને મીડિયાને જણાવ્યું કે, શરૂઆતમાં ડૉક્ટર અનપ્રોફેશનલ રીતે હરકત કરતો હતો. તેણે તેની છાતીને સ્પર્શ કર્યો હતો. પછી તેણે કહ્યું કે, તેની સાથે યૌન સંબંધ બાંધવાથી તે સ્વસ્થ થઈ શકે છે.

મહિલાએ આખી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. આ પછી જ્યારે આ ક્લિક એક મીડિયા હાઉસ પાસે પહોંચી તો તેણે હકીકતની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે એક છોકરીને દર્દી બનાવીને ડૉક્ટર પાસે મોકલી હતી. ડૉક્ટરે તેની સાથે એવું જ કર્યું. છોકરીને એક હોટેલમાં લઈ ગયો અને કહ્યું કે, આ પછી વાઇરસથી મુક્ત થઈ જશે. સંબંધ બાંધ્યા પહેલાં હોટેલના રૂમમાં એક પત્રકાર આવ્યો અને અર્ધનગ્ન હાલતમાં તેને રંગેહાથે ઝડપી લીધો હતો.

You cannot copy content of this page