Only Gujarat

International

દરિયામાં રહેતા 57 લોકોને કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ! કારણ જાણી નવાઈ લાગશે

કોરોના વાયરસના અનેક મામલાને ઉકેલવામાં વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરી રહ્યાં છે. આ દરમિયાન એક રહસ્યમય મામલો આર્જેન્ટિનામાં સામે આવ્યો છે. અહીં 35 દિવસથી દરિયામાં રહેતા 57 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે દરમિયાન જતાં પહેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી હતી ત્યારે તેઓ નેગેટિવ આવ્યા હતા.

ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટ ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે આ તમામ લોકો એક કંપની માટે કામ કરતા માછિમાર છે. થોડા દિવસ પહેલા જ્યારે કેટલાક માછિમારોમાં લક્ષણ દેખાયા તો જહાજને પરત બોલાવવામાં આવ્યું. હવે આર્જેન્ટિનાના સ્વાસ્થ્ય અધિકારી આ રહસ્મય મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યાં છે.

આર્જેન્ટિનાના Tierra del Fuegoના સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે જહાજ પર રહેતા 61 લોકોમાંથી 57 પોઝિટિવ નિકળ્યા છે. બે લોકો નેગેટિવ આવ્યા છે અને બેનું રિઝલ્ટ હજુ બાકી છે.

જો કે જતા પહેલા તમામ લોકોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો અને 14 દિવસ સુધી એક હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

આર્જેન્ટિનાની સ્વાસ્થ્ય અધિકારી અલેજેન્દ્રા અલ્ફારોનું કહેવું છે કે તપાસ કરવી ખુબ જ મુશ્કેલ છે કે આ લોકો કેવી રીતે સંક્રમિત થયા જ્યારે 35 દિવસથી આ લોકો કોઇના સંપર્કમાં આવ્યા ન હતા.

તો એક ટીમ એ પણ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે માછિમારોમાં લક્ષણ આવવાનો ક્રમ શું હતો જેથી સંક્રમણના સ્ત્રોતની તપાસ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનામાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 1,06,910 કેસ સામે આવ્યા છે અને 1.968 લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page