Only Gujarat

International

નવી દોઢ કરોડની લક્ઝુરિયર્સ કાર ખરીદ્યાના 20 મિનિટમાં થયા આવા હાલ

લંડન: જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કરોડોની ડ્રીમ કાર ખરીદે અને કોઈ તેને કોઈ ટક્કર મારે કે નાનકડો સ્ક્રેચ પણ પડી જાય તો તે વ્યક્તિની કેવી સ્થિતિ હશે. આવી જ એક ઘટના લંડનમાં ઘટી હતી. અહીં એક યુવકે લેમ્બોર્ગિની સ્પોર્ટ્સ કાર 2 લાખ યુરો (લગભગ 1,69,42,700 રૂપિયા)ની ખરીદી હતી. પરંતુ કાર ખરીદવા માટે 20 મિનિટ બાદ જ લેમ્બોર્ગિનીને એક વેને ટક્કર મારી હતી.

વેસ્ટ યૉર્કશાયર પોલીસના પીસી રિચર્ડ વાઈટલેએ કહ્યું કે, લંડનના M1 વેસ્ટ યૉર્કશાયરમાં દુર્ઘટનામાં કાર ડ્રાઈવર અને વેન ડ્રાઈવરને નજીવી ઈજા થઈ હતી. તેમણે જણાવ્યું કે, લેમ્બોર્ગિની સ્પોર્ટ્સ કાર તેના માલિકે માત્ર 20 મિનિટ અગાઉ જ ખરીદી હતી. તે શો રુમમાંથી કાર લઈને નીકળ્યો જ હતો કે M1 વેસ્ટ યૉર્કશાયરમાં લેમ્બોર્ગિની અચાનક ખરાબ થઈ અધવચ્ચે જ અટકી ગઈ. ત્યારે જ એક વેને તેની કારને ટક્કર મારી હતી.

આ કારણે જ વાહનવ્યવહાર ઠપ થયો હતો. ઘટના સ્થળે વેસ્ટ યૉર્કશાયર પોલીસે પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો અને બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. બંને ડ્રાઈવરને નજીવી ઈજાઓ થઈ છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page