Only Gujarat

International TOP STORIES

આ દેશની સરકારે કરી મોટી જાહેરાત, મફતમાં આપશે કોરોનાની વેક્સિન

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ભયનો માહોલ છે. આ વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. ઘણા દેશ આ જીવલેણ બીમારીની વેક્સિન શોધવામાં લાગી ગયા છે. જેમાંથી કેટલાક દેશોએ દાવો કર્યો કે તેઓએ વાયરસની દવા શોધી લીધી છે. જો કે કોઇએ ઓફિશિયલી જાહેરાત કરી નથી. ભારતમાં પણ કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડબ્યુએચઓના જણાવ્યા પ્રમાણે હવે આ વાયરસ હવાથી પણ ફેલાઇ રહ્યો છે. ભારતમાં તેનું ટેસ્ટિંગ અને સારવાર માટે હોસ્પિટલમાં ઉઘરાવવામાં આવતી ફીનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએઆ એક મોટી જાહેરાત કરી છે. આ દેશની સરકારે જાહેર કર્યું કે જ્યારે પણ કોરોનાની વેક્સિન બની જશે ત્યારે તે પોતાના દેશમાં બધાં નાગરિકોને ફ્રીમાં ઇન્જેક્શન આપશે.

વેક્સિનની શોધ થતાં જ ઓસ્ટ્રેલિયા પોતાના દેશના નાગરિકોને ફ્રીમાં કોરોનાની વેક્સિન આપનારો પ્રથમ દેશ બની જશે.

યુનિવર્સિટી ઓફ ક્વીંસલેન્ડ કોરોના વેક્સિનના ટ્રાયલલને હવે માણસ પર કરી રહી છે. જો તે સફળ થઇ જશે તો લોકોને ફ્રીમાં આપવામાં આવશે.

સરકારે વેક્સિન બનાવવા પર 100 મિલિયન ડોઝ તૈયાર કરવાની પ્રક્રિયા પર કામ શરૂ કરી દીધું છે. તેનાથી ઓસ્ટ્રેલિયાના દરેક નાગરિકોને વેક્સિન મળશે અને તેના પૈસા પણ નહીં લેવામાં આવે.

ક્વીંસલેન્ડના સ્ટેટ ઇનોવેશન મિનિસ્ટર કેટ જોંસનું કહેવું છે કે તેમના દેશના નાગરિકો તેમની પ્રથમ પ્રાથમિક્તા છે. તે સૌથી પહેલા દેશના નાગરિકોને ઇન્જેક્શન લગાવશે.

તૈયાર કરવામાં આવેલા 100 મિલિયન વેક્સિનનો લાભ સૌથી પહેલા ક્વીંસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડને મળશે. ત્યાં એક એક નાગરિકને તેનું ઇન્ઝેક્શન આપવામાં આવશે એ પણ મફતમાં.

અહીં 13 જુલાઇથી કોરોના વેક્સિનના ટ્રાયલની શરૂઆત થઇ છે. જો આ પરિક્ષણ સફળ થઇ જાય છે તો 2021 સુધી તેને મોટા પ્રમાણમાં બનાવવામાં આવશે.

હજુ કોરોના વેક્સિન બનવાનો અધિકાર CSLને આપવામાં આવ્યો છે પરંતુ યુનિવર્સિટી ઓફ ક્વીંસલેન્ડ પણ બનાવી રહી છે. તેને વિશ્વાસ છે કે તે પહેલા વેક્સિન બનાવી લેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page