Only Gujarat

FEATURED National

12 એકરમાં ફેલાયેલા આલિશાન બંગલામાં રહે છે PM નરેન્દ્ર મોદી, જુઓ અંદરની ખાસ તસવીરો

કોરોના મહામારીના કારણે દેશભરમાં માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સામાન્ય લોકો સહિત તમામ નેતા અને સ્ટાર્સ પોતાના ઘરમાં જ જ ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં હતા સાથે જ ઘરેથી જ પોતાના તમામ કામ કરતાં હતા. એવામાં વડાપ્રધાન મોદી 7 લોક કલ્યાણ માર્ગ પર સ્થિત વધાપ્રધાન આવાસમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ સમય વિતાવ્યો અને કોરોના જેવી મહામારી પર કંટ્રોલ લાવવા માટે દરેક રાજ્યો સાથે સતત વાતચીત ત્યાંથી જ કરી રહ્યાં હતા. સાથે જ તેઓએ ચીન વિરુદ્ધ રણનીતિ તૈયાર કરવા ઘરેથી જ મીટિંગ્સ કરી. આ પાંચ મહિનાના અંતમાં મોદી માત્ર એક વખત જ ઘરની બહાર આવ્યા હતા. એવામાં તેમના આવાસ વિશે કેટલીક રોચક વાત જાણવા જેવી છે જે ખુબ જ ઓછા લોકો જ જાણતા હશે.

ભારતમાં વડાપ્રધાનના સરકારી આવાસનું નામ 7 રેસ કોર્સ રોડ અથવા 7 RCR હતું જેને હવે 7 લોક કલ્યાણ માર્ગના નામથી ઓળખવામાં આવે છે. પીએમ મોદી આ આવાસમાં 2014થી રહે છે અને તેઓ મોટાભાગ કાર્યાલય અથવા રાજનીતિક બેઠકનું આયોજન અહીંથી જ કરે છે.

વડાપ્રધાન આવાસ 12 એકરમાં ફેલાયેલું છે. તેમાં એક નહીં, બે નહીં પરંતુ પાંચ બંગલા છે. જેમાં વડાપ્રધાન કાર્યાલય-આવાસ-સુરક્ષા પ્રતિષ્ઠાન. જેમાંથી એક ખાસ સુરક્ષા સમૂહ અને બીજું ગેસ્ટ હાઉસ સામેલ છે. એટલું જ નહીં તેમાં એક સુરંગ પણ છે.

7 લોક કલ્યાણ માર્ગ પર બનેલા વડાપ્રધાન આવાસના બંગલાનો નકશો રોબર્ટ ટોર રસેલે બનાવ્યો હતો. રસેલ 1920 અને 1930ના દાયકા દરમિયાન નવી દિલ્હીનો નકશો તૈયાર કરી રહેલા બ્રિટિશ વાસ્તુકાર એડવિન લૂટિયનની ટીમનો ભાગ હતા.

7 લોક કલ્યાણ માર્ગમાં 5 બંગલા છે જેને 1,3,5,7 અને 9 નંબર આપવામાં આવ્યા છે. બંગલા 1માં વડાપ્રધાનની સેવા માટે બનાવવામાં આવેલું હેલિપેડ છે. તેનો ઉપયોગ 2003થી કરવામાં આવી રહ્યો છે. બંગલા 3 વડાપ્રધાનના મહેમાનો માટે ગેસ્ટ હાઉસ છે. બંગલા 5 વડાપ્રધાનનો પ્રાઇવેટ આવાસ વિસ્તાર છે. બંગલા 7 પીએમનું કાર્યાલય છે અને 9માં ખાસ સુરક્ષા સમૂહ (SPG) રહે છે. આ ઉત્કૃષ્ટ દળ પર વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી છે.

આ બંગલા મોટા નથી. વડાપ્રધાન આવાસમાં બે શયનકક્ષ છે. એક વધારાનો કક્ષ અને એક ભોજન કક્ષ અને મુખ્ય બેઠક હોલ છે. જેમાં એક સમયે અંદાજે 30 લોકો બેસી શકે છે.

રોચક વાત તો એ છે કે અંદાજે 2 કિમી લાંબી ભૂમિગત સુરંગ પણ છે જે ભારતના વડાપ્રધાન આવાસને સફદરજંગ એરપોર્ટને જોડે છે. અહીં WIP હેલિકોપ્ટર માટે સ્થાન બનાવવામાં આવ્યું છે જેથી ટ્રાફિસની ભીડને ઓછી કરી શકાય.

આ સુરંગનું કામ 2010માં શરૂ કરવામાં આવ્યું હતું અને જુલાઇ 2014માં બનીને તૈયાર થઇ ગયું. આ સિવાય તેનો ઉપયોગ કરનારા પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

પીએમ આવાસમાં જવા માટે એક જ એન્ટ્રી ગેટ છે. તેની એન્ટ્રી 9 લોક કલ્યાણ માર્ગથી થાય છે. જો કોઇ શખ્સ પીએમ આવાસમાં જાય છે તો તેને સૌથી પહેલા 9 લોક કલ્યાણ માર્ગ પરથી એન્ટ્રી મળે છે. ત્યારબાદ પાર્કિંગ છે અને પછી વેલકમ રૂમ. બધી સુરક્ષાની તપાસ બાદ 7,5,3 અને પછી 1 લોક કલ્યાણ માર્ગ પહોંચે છે.

પીએમ આવાસની સિક્યોરિટી એટલું કડક હોય છે કે જો નરેન્દ્ર મોદીનો કોઇ સંબંધી અહીં આવે છે તો તેને તપાસમાંથી પસાર થવું ફરજિયાત છે. પીએના પર્સનલ સેક્રેટરી એસપીજી ટીમને પહેલાથી જ મુલાકાત માટે આવનારા લોકોના નામ આપી દે છે. જે લોકોનું નામ લિસ્ટમાં હોય છે તેઓને જ વડાપ્રધાનને મળવાની મંજુરી આપવામાં આવે છે.

વડાપ્રધાન આવાસમાં ફિલ્મ જોવાની પણ વ્યવસ્થા છે. વર્ષ 2006માં લગે રહો મુન્નાભાઇની રીલિઝ થયા બાદ UFO મૂવીના ડિરેક્ટશનથી 7 લોક કલ્યાણ માર્ગમાં ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. બાદમાં તારે જમીન પર અને પીપલી લાઇનું પણ પ્રાઇવેટ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page