Only Gujarat

FEATURED National

કુખ્યાત વિરપ્પનની પુત્રી વિદ્યારાનીને BJPએ શું આપી મોટી જવાબદારી?

કુખ્યાત તસ્કર વિરપ્પનની પુત્રી વિદ્યારાનીને ભારતીય જનતા પાર્ટીએ નવી જવાબદારી સોંપી તામિલનાડુ ભાજપા યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ આ બધા ફેરફાર રાજ્યમાં આગામી વર્ષોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કર્યા છે. તામિલનાડુ ભાજપે આ વાતની જાણકારી એક ફેસબૂક પોસ્ટના માધ્યમથી આપી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં વિદ્યારાની ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ હતી. એવામાં આટલા ઓછા સમયમાં તેને મળેલી આ જવાબદારીથી બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન વિદ્યારાનીએ જણાવ્યું હતુ કે હું પીએમ નરેન્દ્ર મોદીને પસંદ કરું છું. આથી જ મેં ભાજપ જોઇન કર્યું છે. વડાપ્રધાન મોદી ખુબ જ સખત મિજાજના છે. તેઓ હંમેશા એક્ટિવ રહે છે. સાથે જ તેઓ હંમેશા સાચું કામ કરે છે.

29 વર્ષની વિદ્યારાનીએ લોનું શિક્ષણ મેળવ્યું છે. તે હાલ કૃષ્ણાગિરીમાં એક બાળકોની સ્કૂલ ચલાવે છે. વિદ્યારાનીનું કહેવું છે કે મારો ભરોસો માનવતામાં છે. હું કોઇ ધર્મ કે જાતિને લઇને રાજનીતિ કરતી નથી. મને વર્ષ 2018માં પણ ભાજપે ઓફર કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page