Only Gujarat

FEATURED National

ઘરનું ગુજરાન ચલાવવા આ દીકરી બીજાના ઘરે કરતી હતી કચરા-પોતા અને હવે રાજ્યનું નામ કર્યું રોશન

રાંચીઃ આજના સમયમાં દીકરીઓ પણ અથાગ મહેનત થકી માતા-પિતાનું નામ રોશન કરી રહી છે. કંઈક આવુ જ ઝારખંડની નંદિતાએ કરી દેખાડ્યું છે. તેણે પોતાની મહેનતના કારણે સંપૂર્ણ રાજ્યમાં ટોચના ક્રમે આવવાની સિદ્ધી મેળવી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે કોચિંગ કરી શકે. આ માટે તેણે પોતાના ઘરે જ ભણીને આ સફળતા મેળવી હતી.

નંદિતા જમશેદપુરની રહેવાસી છે, તે ઈન્ટરમીડિએટમાં આર્ટ્સ સ્ટ્રીમથી ઝારખંડમાં પ્રથમ ક્રમે આવી હતી. તેણે 500 માંથી 419 ગુણ મેળવ્યા હતા. નંદિતાની માતા બીજાના ઘરોમાં કચરા-પોતા કરે છે, જ્યારે તેના પિતા એક દરજી છે. પરંતુ તેમણે આર્થિક સમસ્યા વચ્ચે દીકરીને ભણાવવામાં કોઈ કસર છોડી નહોતી. તેમણે દીકરીને શક્ય એટલી મદદ કરી. નંદિતાએ જણાવ્યું કે, તેણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે સ્ટેટ ટૉપર બનશે. નંદિતાએ બાળકોને ટ્યૂશન ભણાવી અને પોતાની મહેનત થકી આ સફળતા મેળવી છે.

દીકરી નંદિતા ટૉપર બની તો પિતા રાજેશ હરિપાલ અને માતા રશ્મિની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે કહ્યું કે, આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તેઓ દીકરી નંદિતાને સારી કોલેજમાં ભણાવી શકે. તેઓ તો આર્થિક તંગીને કારણે દીકરીને 10મા ધોરણ બાદ આગળ ભણાવવા નહોતા માગતા. પરંતુ દીકરીએ જીદ કરી અને પોતાના દમ પર અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના ખર્ચ અને ફીને પહોંચી વળવા પ્રાઈવેટ ટ્યૂશન ભણાવવાનું શરૂ કર્યું.

જ્યારે નંદિતાએ આ સફળતા મેળવી તો જમશેદપુર વિમેન્સ કોલેજની પ્રિન્સિપાલ શુકલા મહંતિએ તેને આ માટે શુભકામના પાઠવી. આ ઉપરાંત તેમણે નંદિતાને અમુક પૈસા અને એક ચાંદીનો સિક્કો આપી સન્માનિત કરી હતી. નંદિતા આગળ જતા આઈએએસ અધિકારી બનવા માગે છે. તેણે કહ્યું કે,‘મને કોઈ શોખ નથી, બસ મને ભણવામાં રસ છે. ગમે તે થઈ જાય હું ભણવાનું ચાલુ રાખીશ.’

You cannot copy content of this page