Only Gujarat

National

કોરોનાના સામેના જંગમાં લોકોની મદદમાં લાગ્યા છે IAS અધિકારી, વાંચીને તમે પણ કરશો સલામ

પુણે: કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગૂ થયેલા લૉકડાઉનના કારણે અનેક લોકો પરિવારને નથી મળી શકતા. ખાસ કરીને પ્રશાસનિક અધિકારી અને પોલીસ જવાન જે પોતાના પરિવારથી દૂર રહીને દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવી જ એક ભાવુક કહાની મહારાષ્ટ્રના આઈએએસ અધિકારીની છે. જે પિતા બનાવાના 19 દિવસ પછી પણ દીકરા અને પત્નીને નથી મળી શક્યા.

18 દિવસ પહેલા થયો દીકરાનો જન્મ
આ છે જમ્મૂ-કશ્મીરના ડોડા જિલ્લાના કલેક્ટર સાગર ડોઈફોડે. તેમની પત્ની સોનાલીએ 7 એપ્રિલે પુણેમાં દીકરાને જન્મ આપ્યો છે. પોતાની ફરજના કારણે મજબૂર IAS અધિકારી સાગર ચાહીને પણ પોતાની પત્ની અને બાળકને નથી મળી શકતા.

વીડિયો કૉલ પર જોયો દીકરાનો ચહેરો
અધિકારીએ દીકરાનો ચહેરો વીડિયો કૉલના માધ્યમથી જોયો. તે લૉકડાઉનમાં પોતાના જિલ્લાના લોકોની મદદ કરવામાં લાગેલા છે. જિલ્લા પ્રમુખ હોવાના નાતે તે 24 કલાત ડ્યૂટી પર રહે છે.

બે મહિનાથી ઘર નથી ગયા
અધિકારીએ જણાવ્યું કે તેઓ બે મહિનાથી ઘરે નથી ગયા. હવે તો લૉકડાઉન ખતમ થવા અને હાલત સુધરવાની રાહ છે, જે કે હું મારા દીકરાને મળી શકું.

માતા-પિતાની પાસે છે પત્ની
IAS અધિકારી અને પત્ની સોનાલીનો આ બીજો દીકરો છે. તેનો પહેલો દીકરો ત્રણ વર્ષનો છે. પરિવારમાં પત્ની, બે બાળકો અને માતા-પિતા છે.

પુણેમાં રહે છે પરિવાર
જણાવી દઈએ કે સાગર ડોઈફોડે 2014 બેચના આઈએએસ અધિકારી છે. તે મૂળ રૂપે મહારાષ્ટ્રના બારામતીના નિંબોડી ગામના રહેવાસી છે. હાલ તેનો પરિવાર પુણેમાં રહે છે.

પ્રધાનમંત્રી કરી ચૂક્યા છે વખાણ
સાગરના કામના વખાણ પીએમ મોદી પણ કરી ચુક્યા છે. તેમની એવી જગ્યા પર તહેનાતી છે જ્યાંથી લગભગ 50 લોકો તબલીગી મરકઝમાં ગયા હતા. એ સિવાય તેમના વિસ્તારમાં દેશ-વિદેશના અનેક પર્યટકો પણ ત્યાં હતા. જો કે તેમણે તમામ પર્યટકોને ઘરે મોકલી દીધા છે. તેમના જિલ્લામાં એક રાતમાં લગભગ 300 બેડની હોસ્પિટલ પણ બનાવી હતી. એટલું જ નહીં તેમણે 10 હજાર પીપીઈ કિટ પણ તૈયાર કરાવી ચુક્યા છે.

You cannot copy content of this page