Only Gujarat

National

જર્મન વૈજ્ઞાનિકોનું નવું રીસર્ચ, કોરોનાથી બચવા આવું હોવું જોઈએ ઘરનું વાતાવરણ

ભારત અને જર્મનીના વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું છે કે, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સામાજિક અંતર અને માસ્ક લગાવવા જેવા ઉપાયો સાથે ઘરની અંદરના ભેજને કંટ્રોલ કરવી જરૂરી છે. તેમના રિસર્ચ મુજબ 40થી60 % મોશ્ચર હોવાથી વાયરસનો પ્રસાર ઓછો હોય છે અને શ્વાસ દ્વારા નાકના માધ્યમથી અંદર જવાનું જોખમ ઘટી જાય છે. વૈજ્ઞાનિકોનો મત છે કે, બોલતા સમયે મોંમાંથી નીકળતા પાંચ માઇક્રોમીટર વ્યાસવાળા ડ્રોપલેટ હવામાં નવ મિનિટ સુધી તરી શકે છે.ભારતના સીએસઆર્ઇઆર નેશનલ ફિઝિકલ લેબોરેટરીના વૈજ્ઞાનિક અજીત અહલાવત અને જર્મનીના લિવનિજ ઇસ્ટીટ્યૂટ ફોર ટ્રોપસ્ફેરિફ રિસર્ચના વૈજ્ઞાનિક એલ્ફ્રેડ વીડલસોલરના નેતૃત્વવાળા વિશ્વેલષકોનું આ અધ્યન છે.

ભેજ ટ્રાન્સમિશનને કેવી રીતે કરે છે પ્રભાવિત
કોરોના મુદ્દે થયેલા રિસર્ચ મુજબ વાતાવરણમાં રહેલો ભેજ વાયરસના ફેલાવાને ત્રણ રીતે અસર કરે છે. ડ્રોપલેટસનો આકાર, વાયરસથી ભરેલો એરરોસોલનું હવામાં તરવું, તેમજ કોઇ વસ્તુની સપાટી પર વાયરસનો ફેલાવો. ભેજવાળી જગ્યાએ વાયરસ ડ્રોપલેટસ(નમક, પાણી, ઓર્ગેનિક્સ અને સાથે જોડાયેલા વાયરસના સોલ્યૂશન) વધે છે અને ઝડપથી ફેલાઇ છે. આ સ્થિતિમાં બીજા લોકોના શ્વાસ સાથે સંક્રામક વાયરલ ડ્રોપલેટસ સાથે રહેવાની શક્યતા ઓછી થઇ જાય છે. જો કે અંદરની સૂકી હવામાં ઇવેપોરેશન(બાષ્પીકરણ)ના કારણે નાના બની ગયેલા માઇક્રો ડ્રોપલેટસ હળવા થઇ જાય છે અને તેના કારણે હવામાં તરે છે. રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે, આ સ્થિતિમાં વાયરસ શ્વાસ દ્વારા અંદર જવાનું અને વસ્તુની સપાટી પર જામી જવાની શક્યતા પણ રહે છે. આ સ્થિતિમાં સપાટી પર વાયરસ કેટલાક દિવસો સુધી પણ રહી શકે છે.

એસી બની શકે છે જોખમકારક
અલ્ફ્રેડે ચેતાવણી આપી છે કે, ઉત્તરી હેમિસ્ફીયરથી આવતી ઠંડીનો અર્થ ગરમ રૂમમાં બેઠેલા લાખો લોકોનું જોખમ વધારવાનો છે. કારણ કે બહારની ઠંડી હવાને એસી સિસ્ટમ દ્વારા અંદર ખેચે છે. બહાર વહેતી આ હવાને અંદરના આરામદાયક તાપમાને ગરમ કરવાની પ્રક્રિયા અંદરના ભેજનું પ્રમાણ ઘટાડી દે છે. બહારની સૂકી હવા અંદર ખેચાતી હોવાથી તે વધુ નુકસાનકારક સાબિત થાય છે. રિપોર્ટસ મુજબ ખાસ કરીને કોરોનાના સમયમાં આ સ્થિતિ અંદર રહેતા લોકો માટે ખૂબ જ ખતરનાક બની જાય છે.સિંગાપુર અને મલેશિયાના અભ્યાસ બાદ ગરમ અને ભેજવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી અપાઇ છે કે, વધુ ઠંડક આપતી સિસ્ટમથી બચો. કારણ કે બહારની સૂકી હવા કોરોનાના ખતરાનને વઘારે છે.

ભેજની માત્રા નક્કી થવી જરૂરી
વૈજ્ઞાનિકના મત મુજબ મહામારીને ફેલાતી અટકાવવા માટે એ ખૂબ જરૂરી છે કે, હોસ્પિટલ, કાર્યલય અથવા સાર્વજનિક વાહનમાં ભેજની માત્ર નક્કી કરવી. કારણ કે આ બધી જ જગ્યાએ અનેક લોકો ભેગા થાય છે. એરોસોલ એન્ડ એર ક્વોલિટી રિસર્ચ નામની શોધ પ્રત્રિકામાં વૈજ્ઞાનિકોએ મુખ્ય રીતે સાપેક્ષિક ભેજને જ અભ્યાસનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. આ રિસર્ચ કરતી વૈજ્ઞાનિકની ટીમમાં વિજ્ઞાન તેમજ અનુસંધાન પરિષદ( સીએસઆર્ઇઆર) નવી દિલ્લીની રાષ્ટ્રીય ભૌતિકી પ્રયોગશાળા(એસપીએલ) રિસર્ચર પણ સામેલ છે.

કોરોનાના કેટલાક રોગીઓમાં નથી વિકસિક થતી ઇમ્યૂનિટી:રિસર્ચ
બોસ્ટનમાં થયેલા એક અભ્યાસ મુજબ કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં લાંબા સમય સુધી ઇમ્યુનિટી વિકસિત નથી થતી. રિસર્ચમાં તેમનું કારણ જણાવતા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગંભીર લક્ષણો ધરાવતા કોરોના દર્દીના શરીરમાં વાયરસની સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા પેદા કરતી કોશિકા બનવાનું ખૂબ જ ઓછું થઇ જાય છે. જેના કારણે બહુ લાંબા સમય સુધી ગંભીર લક્ષણ ધરાવતા દર્દીના શરીરમાં ઇમ્યૂનિટી વિકસિત નથી થતી.

You cannot copy content of this page