Only Gujarat

National

કોરોનાને મ્હાત કરવા અહીંના મેયરે પહેર્યો નર્સનો યુનિફોર્મ, ડ્યુટી કરવા પહોંચી ગયા હોસ્પિટલ

મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના પીડિત દર્દીઓની સંખ્યા 28 હજારને પાર થઈ ગઈ છે. કોરોના સામેની જંગમાં ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ વૉરિયર્સ સાબિત થઈ રહ્યા છે. તેઓ પોતાનિા પરિવારને છોડીને દર્દીઓને સાજા કરવામાં દિવસ રાત લાગ્યા છે. દેશમાં આ મહામારીથી મુંબઈ શહેર સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં હાલના સમયમાં કોરોનાના કુલ 5 હજારથી વધુ મામલા છે. અત્યાર સુધીમાં 200 કરતા વધુ લોકોના મોત થઈ ચુર્યા છે. આ સ્થિતિમાં ડૉક્ટર અને નર્સનું મનોબળ વધારવા માટે મુંબઈના મેયર કિશોરી પેડણકરે ખુદ નર્સ બનીને ડ્યૂટી સંભાળી.

સોમવારના દિવસે મુંબઈને બચાવવા માટે ખુદ મેયર નર્સ બનીને મહાનગરપાલિકાના નાયર હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમણે સ્વાસ્થ્યકર્મીઓનો ઉત્સાહ વધાર્યો. નાયર હોસ્પિટલમાં નર્સિંગનો કોર્સ કરે રહેલી સેકન્ડ અને થર્ડ યરની વિદ્યાર્થિનીઓનો ઉત્સાહ વધારવા માટે તેણે લેક્ચર પણ લીધું.

જાણકારી પ્રમાણે, શિવસેનાથી રાજનૈતિક કરિયરની શરૂઆત કરતા પહેલા તેઓ પોતો પણ નર્સ હતા. મુંબઈના સરકારી હોસ્પિટલમાં તેણે કામ કર્યું વર્ષ 1992 સુધી તેઓ આ કામ કરતા હતા. જણાવી દઈએ કે મેયર મૂળ રૂપથી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના છે. છેલ્લી 3 વાર એટલે કે વર્ષ 2002, 20012 અને 2017માં તે નગરસેવિકા તરીકે ચુંટાઈ આવ્યા.

2019માં કિશોરી પેડનેકરને મુંબઈના મેયર તરીકે ચુંટવામાં આવ્યા. મુંબઈ મનપાના 88 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જેની સામે 2019ના મેયરની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર નહોતો ઉભો. કિશોરી પેડનેકરે કહ્યું કે, તેઓ પણ એક ફ્રંટ લાઈન વર્કર છે, એટલે તે સમજી શકે છે. એવામાં હોસ્પિટલ સ્ટાફની સરાહના કરે છે.

જણાવી દઈએ કે મુંબઈમાં 53 પત્રકારોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મેયર આઈસોલેશનમાં જતા રહ્યા હતા. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મિ ઠાકરે સાથે કિશોરી પેડનેકર.

You cannot copy content of this page