Only Gujarat

National

પતિ બહાર જતાં જ પરિણીતા અને પાડોશી મિટાવતા શરીરની ભૂખ, પણ એક દિવસ પ્રેમીએ હદ કરી અને…

એક ખૂબ જ શોકિંગ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પરિણીત મહિલાએ તેના પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં મહિલાએ હત્યાને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે પોલીસને ગુમરાહ કરી હતી. જોકે મોબાઈલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની પોલ ખુલી ગઈ હતી. જ્યારે હત્યાનું કારણ બહાર આવ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના જયપુર શહેરમાં ફકીરા નગરમાં સુભાષ કુમાવત નામના 25 વર્ષીય યુવાનની મોઢું, નાક અને ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના મામલામાં પોલીસે વિનોદ કંવર નામની 23 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. સુભાષ નામનો યુવાન વિનોદ કંવર નામની મહિલાના ઘરની સામે રહેતો હતો. બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી સંબંધ હતો. જ્યારે વિનોજદ કંવરનો પતિ કામ પર જાતો ત્યારે સુભાષ કુમાવત ઘરે આવી જતો અને બંને શરીરની ભૂખ મિટાવતા હતા. પણ ધીમે ધીમે મહિલાની ઈચ્છા ન હોય તો પણ પ્રેમી પરાણે સંબંધ બનાવતો હતો, જેથી મહિલા કંટાળી ગઈ હતી. તેમજ અફેરની વાત પરિવારના લોકોને પણ ખબર પડી ગઈ હતી.

પતિ બહાર જ જતાં પ્રેમી ઘરે આવી જતો
પોલીસ પૂછપરછમાં આરોપી મહિલા વિનોદ કંવરે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સુભાષ તેની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. તે તેને પોતાની સાથે રાખવાની વાત પણ કરતો હતો. પતિ અને પરિવારજનોની આ વાતની ખબર પડી ગઈ હતી. જેના કારણે તેના અને તેના પતિ વચ્ચે અણબનાવ ચાલુ થઈ ગયો હતો. દરમિયાન મહિલાએ તેના પતિ સામે દહેજનો પણ કેસ નોંધ્યો હતો. પતિને સુભાષ પર શંકા થતા તેની પત્નીને લઈને ગામડે ચાલ્યો ગયો હતો. પત્નીએ જીદ કરતાં ફરી કપલ જયપુર રહેવા આવી ગયું હતું. ફરી મહિલાઅને તેના પ્રેમી સુભાષ વચ્ચે સંબંધો ચાલુ થઈ ગયા હતા. પતિ બહાર ચાલ્યો જતો ત્યારે ફરી સુભાષ ઘરે આવવા લાગ્યો હતો અને પરાણે સંબંધ બનાવીને ચાલ્યો જતો હતો.

પ્રેમી-પ્રેમિકા વચ્ચે સંબંધ બનાવવાને લઈને ચાલતો હતો ઝઘડો
છેલ્લા એક મહિનાથી મહિલા વિનોદ કંવર અને પ્રેમી સુભાષ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. પ્રેમી સુભાષે મહિલાને ખૂબ પરેશાન કરી મૂકી હતી. તેણે તેના વીડિયો પણ બનાવી રાખ્યા હતા. સંબંધ બનાવવાની મનાઈ કરવા પર આત્મહત્યા અને મહિલાને પણ મારવાની ધમકી આપતો હતો. દરમિયાન 6 માર્ચના રોજ મહિલાનો પતિ કામ પર ગયો હતો ત્યારે સુભાષ અને મહિલા વચ્ચે સંબંઘ બાંધવા બાબતે ઝઘડો થયો હતો. મહિલાએ સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. બંને લઈને બંને વચ્ચે ઝઘડો થયો. દરમિયાન સુભાષ બેડ પર સૂતો હતો ત્યારે મહિલા તેની છાતી પર ચઢી તેનું મોઢું, નાક અને ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. સુભાષના ગળા પર મહિલાના નખના નિશાન પણ મળ્યા હતા. હત્યા બાદ લાશને ઘસડીને રૂમની બારી પાસે સૂવડાવી દીધી હતી, જેથી લોકોને બારી સાથે લટકીને આત્મહત્યા કરી હોય એવું લાગે.

પોલીસને કરી ગુમરાહ
મહિલાએ મૃતક સુભાષની હત્યા સવારે અંદાજે 8 વાગ્યે કરી હતી. પછી તે ફેક્ટરીમાં કામ કરવા ચાલી ગઈ હતી. બપોરે ફરી ઘરે આવી અને દોઢ કલાક પછી ફરી કામ પર નીકળી ગઈ હતી. સાંજે પતિ ઘરે આવ્યો તો સુભાષ મરેલો પડ્યો હતો. જેણે મકાન માલિકને જાણ કરી હતી. મહિલા તેના પતિ સામે પણ અજાણ બની હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ તેને કોઈ જાણકારી ન હોવાનું કહ્યું હતું.

આ રીતે ખુલ્લી પોલ
પોલીસને મામલો શંકાસ્પદ લાગતા ઘટનાસ્થળે એફએસએલની ટીમ બોલાવી તપાસ કરાવી હતી. એફએસએલ અને પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું હતું કે સુભાષની હત્યા કરી દેવામાં આવી છે. મૃતકનો મોબાઈલ ચેક કરવામાં આવતા આરોપી મહિલા વિનોદ કંવર સાથે સુભાષના અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. આરોપી મહિલાની પૂછપરછમાં જણાવ્યું હતું કે પ્રેમી સુભાષની તેણે જ હત્યા કરી નાખી હતી અને લાશને ખેંચીને બારી પાસે રૂમમાં લટકાવી દીઘી હતી.

You cannot copy content of this page