Only Gujarat

FEATURED National

પ્રેમના નશામાં પરિવારની લાડલી ભૂલી ભાન ને પ્રેમી સાથે કર્યું ના કરવાનું કામ

પાનીપતઃ હરિયાણાના પાનીપતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાનીપતના નામુંડા ગામમાં ફરીવાર એક એવી ઘટના બની છે, જેના કારણે સંબંધો કલંકિત થયા છે. ગામના જ એક યુવકના પ્રેમમાં રહેલી યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી રહી હતી ત્યારે તેના 18 વર્ષીય ભાઈએ પોતાની બહેનનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કરતા યુવકે જીવ ગુમાવ્યો હતો.

યુવતીનો પીછો કરી રહેલા પ્રેમીએ પોતાના મિત્ર અને પરિવારજનોને બોલાવી રસ્તામાં જ પ્રેમિકાના ભાઈ વંશની નિર્દયતાથી ધોલાઈ કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો અને તે કલાકો સુધી રોડ પર કણસતો રહ્યો. વંશના પરિવારજનોને ઘટનાની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે વંશનું સારવાર દરમિયાન મોત થયું હતું. વંશના પરિવારજનોએ દીકરીના પ્રેમી અને તેના પરિવારજનો પર મારામારી તથા ઝેરી પદાર્થ ખવડાવી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

મૃતક વંશના કાકા પ્રવીણે જણાવ્યું કે, નામુંડા ગામના વંશને પોતાની મોટી બહેન પર શંકા હતી કે તે કોઈની સાથે ખોટા સંબંધો રાખી રહી છે. વંશે પહેલા પોતાની બહેન તથા તેના પ્રેમીને સમજાવ્યા કે, તેમનો પરિવાર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે, તેથી આ પ્રકારના સંબંધોને સ્વીકારી લેવાય નહીં. જોકે બહેન તથા તેના પ્રેમીએ વંશને ધમકી આપી હતી કે, તે તેમની વચ્ચે ના આવે નહિંતર તેણે જીવ ગુમાવવો પડશે.

ગુરુવારે (10 સપ્ટેમ્બર) વંશની બહેન કોલેજ માટે ઘરેથી નીકળી. તે ઘરેથી પોતાની કોલેજ નહીં પરંતુ પ્રેમીના કોલેજ પર પહોંચી. વંશની બહેન જ્યારે શહેર પહોંચી તો પ્રેમી સાથે ભાગવાની યોજના બનાવી. વંશના કાકાએ જણાવ્યું કે, જ્યારે વંશે પોતાની બહેનને રોકવાનો પ્રયાસ કર્યો તો બહેને ઈન્કાર કરી પ્રેમી સાથે જ જવાની જીદ કરી.

આ વાતથી વંશ ઘણો ચિંતિત હતો. બહેન અને તેના પ્રેમીએ વંશને કોઈ ઝેરી પદાર્થ ખવડાવ્યો અને પછી તેને ઢોર માર માર્યો, જેના કારણે વંશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

You cannot copy content of this page