Only Gujarat

FEATURED International

લૉકડાઉનમાં નોકરી છૂટી, ભાડાને બદલે મકાનમાલિકો મહિલાઓ પાસે કરે છે સેક્સની માગણી

વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસના કારણે ચાલી રહેલ લોકડાઉનમાં ભાડે રહેતા લોકોની મુશ્કેલીઓમાં ખૂભજ વધારો થયો છે. નોકરી છૂટી ગયા બાદ તેમની પાસે ઘરનું ભાડુ ચૂકવવાના પણ પૈસા બચ્યા નથી. ત્યાં હવે એવા પણ સમાચાર આવ્યા છે કે, મકાન માલિક ભાડે રહેતી મહિલાઓ પાસે ભાડાના બદલામાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી રહ્યા છે.

નેશનલ ફેર હાઉસિંગ એલાયંસ (એનએફએચએ) ના એક રિપોર્ટ અનુસાર, 100 કરતાં પણ વધારે ફેર હાઉસિંગ ગ્રૂપ્સે અમેરિકામાં લોકોને આ સમસ્યા સામે લડતા જોયા છે. આ સંક્રમણ દરમિયાન દેશમાં શારીરિક શોષણના કેસોમાં 13% નો વધારો થયો છે.

એક મહિલાએ એનએફએચએની વેબસાઇટ મારફતે કહ્યું, ‘જો હું મારા પ્રોપર્ટી મેનેજર સાથે સેક્સ કરવાની ના પાડત તો તે મને ઘરમાંથી બહાર કાઢી મૂકત. સિંગલ મધર હોવાના કારણે મારી પાસે બીજો કોઇ વિકલ્પ બચ્યો નહોતો. હું ઘર ખોવા નહોંતી ઇચ્છતી.’

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ભાડાના બદલામાં સેક્સની માંગણીના કેસ અમેરિકા બાદ બ્રિટનમાં પણ જોવા મળ્યા છે. સેક્સના બદલામાં રેન્ટ ફ્રી અકોમોડેશની સુવિધાના નામ પર વધતી ઓનલાઇન જાહેરાતો પણ બહાર આવી રહી છે. આખી દુનિયામાં ઝડપથી ફેલાઇ રહેલ કોરોનાવાઈરસના કારણે લાખો લોકોની નોકરીઓ છૂટી ગઈ છે. લોકડાઉન અને પ્રવાસન પર પ્રતિબંધ હોવાના કારણે વ્યાપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. આવકનાં બધાં જ સાધનો બંધ થઈ જતાં દુનિયા આજે આર્થિક તંગી સામે લડી રહી છે.

ઉત્તર અમેરિકા અને યુરોપ સરકાર કેશ બેનિફિટ્સ, રેન્ટ ફ્રીઝિસ અને નિકાસ પ્રતિબંધ સાથે સંકળાયેલ નિયમો લાવી છે. જેથી લોકો બેઘર ના થાય. એનએફએચએના સલાહકાર મોર્ગન વિલિયમ્સનું કહેવું છે કે, ઘરેથી બહાર ના જવું પડે એ માટે લાચાર લોકો પાસે ઘણીવાર ખૂબજ મુશ્કેલ વિકલ્પ જ બચે છે.

ભાડાના બદલામાં સેક્સની માગણીનો ડેટા દુર્લભ છે. હાઉસિંગ એક્સપર્ટનું કહેવું છે કે, મહિલાઓ કાયદો ના જાણતી હોય ત્યારે, મકાન માલિક પર આરોપ લાગવાની જગ્યાએ તેમના પર જ વેશ્યાવૃત્તિનો આરોપ લાગી શકે છે.

હાઉસિંગ ચેરિટી શેલ્ટર (ઈંગ્લેન્ડ) ની 2018 ની એક રીપોર્ટ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષોમાં પ્રોપર્ટી મેનેજર્સે લગભગ અઢી લાખ મહિલાઓને ભાડાના બદલામાં સેક્સની માગણી કરી છે.

સેક્સટોર્શન (શારીરિક શોષણ) વિરૂદ્ધ અભિયાન ચલાવનારી બ્રિટિશ લો મેકર વેહા હોબહાઉસનું કહેવું છે કે, ‘ભાડાના બદલામાં સેક્સની માગ વધવાની શક્યતા પહેલાંથી જ હતી, કારણકે લોકડાઉન સમયે લોકો પાસે ઘરમાં કેદ રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ હતો જ નહીં.’ હોબહાઉસે કહ્યુ, ‘આ મહામારી દરમિયાન આખા બ્રિટનમાં લોકો આર્થિક સંકટ સામે લડી રહ્યા છે. ભાડું ચૂકવવામાં અસમર્થ લોકોને મજબૂરીવશ મકાન માલિકોની શરત સ્વીકારવી પડે છે.’

એનએફએચે તેના રિપોર્ટમાં એ પણ દાવો કર્યો છે કે, મોટાભાગની મહિલાઓ તેમના મકાન માલિક સામે શારીરિક શોષણનો કેસ કરતી નથી, કારણકે તેમને બીક હોય છે કે, તેમનો પ્રોપર્ટી મેનેજર તેમને ઘરમાંથી કાઢી મૂકશે. બીજાં કારણ તેમની આર્થિક તંગી સાથે પણ જોડાયેલ હોય છે. માનવ અધિકારોની વકિલ કારિન લોન્ગે જણાવ્યું કે, રેન્ટના બદલામાં સેક્સમાં અમેરિકામાં મહિલાઓ બહુ પહેલાંથી જ શિકાર બની રહી છે, જેમાં સેક્સ ટ્રાફિકિંગ સર્વાઇવર, જેલમાંથી છૂટેલ કેદી અને લઘુમતી સમાજની મહિલાઓનો સમાવેશ થાય છે.

You cannot copy content of this page