સુશાંત અહીંયા કરતો હતો ‘ડ્રગ પાર્ટી’, સૈફની દીકરી સારાએ ગાંજો ફૂંક્યો હોવાની શક્યતા!

મુંબઈઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલની તપાસ થઇ રહી છે. નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ દાવો કર્યો છે કે, તપાસ દરમિયાન સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોનનું નામ સામે આવ્યું છે. સુશાંતના ફાર્મ હાઉસ અને પવના ડેમ પર બનેલા ટાપૂ ‘આપતી ગવંડે’ પર થયેલી પાર્ટી પર એનસીબીની નજર છે. સુશાંત તેના મિત્રો સાથે અહીં સમય વિતાવતો અને પાર્ટી થતી હતી.

એનસીબીએ ટાપૂ પર પહોંચીને આ મુદ્દે તપાસ કરી હતી અને એક વ્યક્તિનું સ્ટેમેન્ટ પણ લીધું છે. એનસીબીનું કહેવું છે કે, સ્ટેટમેન્ટ મુજબ આ ટાપૂ પર રિયા સુશાંત સાથે અનેક વખત આવી હતી. સુશાંત સાથે સારા અલીખાન પણ અહીં ચારથી પાંચ વખત આવી ચૂકી છે.આ સાથે શ્રદ્ધા કપૂર પણ આ ટાપૂ પણ આવી હતી.

આ સિવાય સુશાંત સિંહ રાજપૂતની સાથે દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા, શૌવિક, જૈદ પણ ‘આપતી ગવંડે’ ટાપુ પર અનેક વખત આવી ચૂકયાં છે. ટાપુ પર નશીલી પાર્ટીઓ થતી હતી. પાર્ટીમાં દારૂથી માંડીને ગાંજા સુધીના બધા જ નશીલા પદાર્થનું સેવન કરવામાં આવતું હતું. એનસીબીના જણાવ્યાં મુજબ રિયાએ પૂછપરછ દરમિયાન સારા અલી ખાન, સિમોન ખમ્બાટા અને રકુલનું નામ પણ લીધું છે. આ નામ સામે આવતા હવે તે દિશામાં તપાસ ચાલું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ સુંશાત રાજપૂતના ફાર્મ હાઉસ અને ટાપૂ પર થયેલી પાર્ટીમાં હાજર રહેલા લોકો પર પણ એનસીબીની નજર છે. ન્યૂઝ ચેનલ આજ તકની પાસે પવના ડેમના મોટર બોટ ચલાવતા સુશાંત અને બાકીના બધા ટાપુ પર લઇ જતાં શખ્સનું એનસીબીએ નિવેદન લીધું છે. તેમની સ્ટેટમેન્ટ કોપી છે.