Only Gujarat

Bollywood FEATURED

નાના પાટેકર પાસે છે કરોડોની સંપત્તિ ને આલીશાન ફાર્મહાઉસ છતાંય જીવે છે જીવન એકદમ સાદગીથી

મુંબઈઃ ફિલ્મમાં પોતાની અલગ જ એક્ટિંગને કારણે લોકપ્રિય નાના પાટેકરનો મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મુરુદ જંજીરામાં જન્મ થયો હતો. તેમણે 1978માં આવેલી ફિલ્મ ‘ગમન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, નાના પાસે અંદાજે 73 કરોડ જેટલી સંપત્તિ છે, જેમાં ફાર્મહાઉસ, કાર તથા અન્ય પ્રોપર્ટી સામેલ છે. આટલી સંપત્તિ હોવા છતાંય નાના પાટેકર એકદમ સાદગીથી જીવે છે. નાના પાટેકર પોતાની 90 ટકા કમાણી દાનમાં આપી દે છે. તે માત્ર 10 ટકા કમાણીમાં જ પોતાનું ગુજરાન ચલાવે છે.

નાના પાટેકરે કહ્યું હતું કે તે શોખથી નહીં પરંતુ મજબૂરીમાં એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા હતા. તેમને સાધારણ જીવન જીવવું પસંદ છે. તેમણે આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. નાના પાટેકરનું પૂના નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ છે. શહેરથી દૂર નાના પાટેકર અહીંયા આરામ કરે છે. નાના પાટેકર પોતાના ફાર્મહાઉસમાં ઘઉં, ચણાની ખેતી કરે છે. અહીંયા સાત રૂમ તથા એક મોટો હોલ છે. ઘરમાં સિમ્પલ વુડન ફર્નીચર, ટેરાકોટા ફ્લોર છે. આ ફાર્મહાઉસની કિંમત 12 કરોડ રૂપિયાની છે.

નાના પાટેકરના ઘરનો દરેક રૂમ બેઝિક સ્ટાઈલ તથા જરૂરિયાત પ્રમાણે ડેકોરેટ સજાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મહાઉસમાં ઘણાં બધા ઝાડ ઉગાડવામાં આવ્યા છે. તબેલો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં ગાય તથા ભેંસો છે.

મુંબઈમાં પણ નાના પાટેકરનો એક ફ્લેટ છે. આ ફ્લેટ માત્ર 750 સ્કેવર ફૂટનો છે. આ ફ્લેટ તેમણે 90ના દાયકામાં 1.10 લાખમાં ખરીદ્યો છે. એક બેડરૂમ, હોલ તથા રસોડું ધરાવતા આ ફ્લેટની કિંમત હાલમાં સાત કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાના પાસે 81 લાખ રૂપિયાની ઓડી ક્યૂ 7 કાર છે. આ ઉપરાંત 10 લાખની સ્કોર્પિયો છે. 1.5 લાખની રોયલ એનફિલ્ડ છે.

એક સમયે ઘર ચલાવવા માટે નાના પાટેકર ઝિબ્રા ક્રોસિંગ પર પેઈન્ટિંગ કરતાં અને 35 રૂપિયા મળતા હતા. નાના પાટેકર હાલમાં ખેડૂતો માટે કામ કરે છે.

You cannot copy content of this page