બેનંબરી નાણુ ભેગું કરવામાં અવ્વલ છે આ CMO, નામ જાણીને એક વાર તો નહીં થાય વિશ્વાસ!

ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનના બડનગરના CMO કુલદીપ ટીનસુખના ઘરે મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ લોકાયુક્તે દરોડા પાડ્યાં. સવારે જ્યારે લોકાયુક્ત ટીમે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો તો ખોલતા જ સામે લોકાયુક્તની ટીમ ઉભી હતી. તેમને જેવી ખબર પડી કે અહીં રેડ પાડવામાં આવી રહી છે તો કુલદીપના હોંશ ઉડી ગયા. લોકાયુક્તની ટીમને તેમના ઘરેથી કરોડોની કાળું નાણું મળ્યું. લોકાયુક્તની ટીમે CMOના ઉજ્જૈન, બડનગર અને માકડોનમાં આવેલ ત્રણ જગ્યાએ કાર્યવાહી કરી હતી. શરૂઆતની તપાસમાં 3 કરોડ રૂપિયાનું કાળું નાણુ સામે આવ્યું છે. રેડ દરમિયાન 4 લાખ રોકડ અને જ્વેલરી પણ મળી આવી છે. આ ઉપરાંત બે આલિશાન મકાન, જમીન અને એક નિર્માણાધીન હોટલ તેમજ અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યાં છે.

જ્યારે લોકાયુક્તની ટીમે CMOના ઘરે રેડ પાડી તો તે સમયે તેમની સાથે તેમનો એક મિત્ર પણ હતો. લોકાયુક્તની ટીમને તેમના માકડૌનના જગ્યાએથી લાખો રૂપિયા કેશ અને સોના-ચાંદીની જ્વેલરી મળી છે.

શરૂઆતના સર્ચ ઓપરેશનમાં માકડૌનમાં એક મકાન, બે લક્ઝરી કાર, બે સ્કૂટી અને બે બાઇક, સાડા 3 એકર જમીન મળી. તો ઉજ્જૈનના રેલવે સ્ટેશનના સામે કોમર્શિયલ બાંધકામ પણ ચાલી રહ્યું હતું. મળતી માહિતી મુજબ ત્યાં હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું. ઉજ્જૈનમાં તેમનું બે માળું આલિશાન મકાન સાથે 4 લાખ રોકડને સોના-ચાંદીના જ્વેલરી પણ મળી આવ્યાં છે.

કુલદીપ ટીનસુખનું પહેલું પોસ્ટિંગ 2008માં પંચાયત સચિવના પદ પર થયું હતું. હાલ તે રાજસ્વ નિરીક્ષક તેમજ બડનગરના પ્રભારી CMO પણ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન, જે મિત્ર તેમના ઘરે હાજર હતો તેમના નામે પણ પ્રોપર્ટી ખરીદી છે.

તપાસ દરમિયાન લોકાયુક્તની ટીમે લાખો રૂપિયાની રોકડ રકમ મળી, CMOએ નોટોના બંડલને સંભાળીને રાખ્યું હતું. લોકાયુક્તની તપાસ દરમિયાન કિંમતી વસ્તુનું મુલ્યાકન પણ કર્યું હતું.

લોકાયુક્તની ટીમને આશંકા છે કે હજુ પણ વધુ કાળું નાણુ મળી શકે તેમ છે.