Only Gujarat

National

યુવાન પાસે છે ‘સોના’ની ઑડીથી લઈને આઈફોન, ગળામાં અસંખ્ય મોટી ચેઈનો,જુઓ તસવીરો

મુંબઈ: માણસજાત માટે સોનું આમ તો હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તમે સોનાના અનેક દિવાનાઓ જોયા હશે, પણ આજે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને ગોલ્ડનો ગાંડો શોખ છે. મહારાષ્ટ્રના પૂણેના પિંપરીમાં રહેતાં સની વાઘચૌરેને ગોલ્ડનો જબરદસ્ત ક્રેજ છે. તેની ઑડી કારથી લઈને આઈફોન સુધી બધુ જ ગોલ્ડન છે. તે અંદાજે 3 કિલો જેટલી ગોલ્ડની જ્વેલરી હંમેશા પહેરીને રાખે છે.

પુણેના પિંપરીમાં પોતાનો બિઝનેસ કરતો સની વાઘચૌરે ફક્ત કાર અને આઈફોન જ નહીં પણ બધીઓ વસ્તુઓ ગોલ્ડન યુઝ કરે છે. ગળામાં ગોલ્ડની અસંખ્ય ચેઈનો, હાથમાં ગોલ્ડનું કડું અને ઘડિયાળ પહેરે છે. એટલું જ નહીં તે પગમાં જૂતા પણ સોનાના પહેરે છે.

સની વાઘચૌરેના બોડી પર 24 કલાક સોનું જ સોનું છવાયેલું હોય છે. એટલા માટે લોકો તેને પ્રેમથી ‘ગોલ્ડમેન’ કહે છે . સનીનું કહેવું છે કે દુનિયામાં તેનાથી મોટો કોઈ ગોલ્ડ લવર નથી.

સની હંમેશા બોલિવૂડ સેબેબ્સ સાથે જોવા મળે છે. એટલું જ નહીં એક્ટર વિવેક ઓબેરોય તેનો ખાસ ફ્રેન્ડ છે. આ ઉપરાંત સલમાન ખાન, કરીના કપૂર, સોહેલ ખાન સાથે પણ તેની અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે. આ ઉપરાંત અનેક રાજકીય નેતાઓ સાથે પણ તેનો ધરોબો છે .

સનીનું કહેવું છે, ‘‘બાળપણથી જ મને ગોલ્ડ પસંદ છે. એટલા માટે આટલું સોનું પહેરું છું.’’સનીને હંમેશા એ વાતનો ડર રહે છે આટલું બધુ સોનું પહેર્યા પછી તેની સાથે કંઈ ખરાબ ન થાય. જેના કારણે તે પોતાની સાથે હંમેશા ચાર બોડીગાર્ડ રાખે છે.

સની તેના લાઈફ સ્ટાઈલની અનેક તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર અપલોડ કરતો હોય છે. સોશ્યલ મીડિયા પર તેના હજારો ફોલોવર્સ છે.

ગોલ્ડ પહેરવા ઉપરાંત સનીને બોડી બિલ્ડિંગનો પણ શોખ છે. તે અવાર નવાર બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેતો જોવા મળે છે. કેટલાંક ટીવી-શોમાં પણ તે નજર આવ્યો હતો .

એક મીડિયા રિપોર્ટ મુજબ નોટબંધીના સમયે ગોલ્ડ પહેરવાને લઈને સની પર આરોપ લાગ્યો હતો કે તેણે બ્લેકમનીથી ખરીદેલું ગોલ્ડ પહેર્યું છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું હતું કે આ સોનું તેણે જાતે ખરીદ્યું હતું અને સરકાર પાસે તેના રેકોર્ડ છે.

નોંધનીય છે કે સનીની જેમ જ મહારાષ્ટ્રમાં અનેક ગોલ્ડમેન છે. દત્તા ફુગે નામના વ્યક્તિએ સોનાનો શર્ટ બનાવડાવ્યો હતો. જ્યારે નાસિકમાં રહેતો પંકજ પારિખે પોતાના બોડી પર 4.1 કિલો ગોલ્ડ જ્વેલરી પહેરે છે.

સનીના સોશ્યલ મીડિયા પર હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે.

You cannot copy content of this page