Only Gujarat

National

ઓફિસમાં એક દિવસ અગાઉ થયું હતું કર્મચારીનું મોત, લોકોને લાગ્યું કે આવ્યું છે તેનું ભૂત

ધનબાદ:  શંકાનું કોઈ સમાધાન નથી. ક્યારેક કોઈક અન્ય ઘટના સાથે કોઈ વાતને જોડી દેવામાં આવે ત્યારે તે અફવા સ્વરૂપે ફેલાવા લાગતી હોય છે. આવો જ એક બનાવ ઝારખંડમાં સામે આવ્યો છે.  ધનબાદમાં એક એવી ઘટના સામે આવી છે જેના કારણે સમગ્ર વિજળી સબ સ્ટેશનમાં હડકંપ મચી ગયો, વિભાગમાં રહેલી એક ખુરશી અચાનક હલવા લાગી હતી, જેનો વીડિયો વાઈરલ થયો હતો.

વાસ્તવમાં આ ઘટના ધનબાદના ગોધર સ્થિત વિજળી સબસ્ટેશનની છે, અહીં ઓફિસમાં રહેલી એક પ્લાસ્ટિકની ખુરશી અચાનક હલવા લાગી. આ ઉપરાંત તે પાછળ પંખો ચાલુ હોવા છતાં તે દિશામાં ખસવા લાગી હતી. આ ઘટનાથી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયેલો છે.

કર્મચારીઓએ આ ઘટનાને ભૂત સાથે જોડી હતી. સબસ્ટેશનના કર્મચારીઓએ કહ્યું કે, અમુક દિવસ અગાઉ એક કર્મચારીનું મોત થયું હતું. જે પછી ખુરશી હલવાની ઘટના સામે આવી ત્યારે કર્મચારી ડરી ગયા હતા. એક કર્મચારીએ ઘટનાનો વીડિયો બનાવી લીધો જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો.

આ ઘટના અંગે વિજળી વિભાગના જીએમ પ્રતોષ કુમારે કહ્યું કે, આજના સમયમાં ભૂત-પ્રેતની વાતો માત્ર અફવાહ છે. તેમછતાં કર્મચારીઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા રહેશે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે

You cannot copy content of this page