Only Gujarat

FEATURED National

ઘરમાં રહો….સપ્ટેમ્બરમાં નહીં પણ કોરોનાવાઈરસની રસી આવતા હજી એક વર્ષનો સમય થશે

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે દાવો કર્યો છે કે જો બધું યોજના પ્રમાણે ચાલશે તો વૈશ્વિક રોગચાળા કોરોનાવાઈરસની રસી એક વર્ષમાં દુનિયાની સામે આવી શકે છે. ગેટ્સ હાલમાં આવા સાત પ્રોજેક્ટ્સને ફંડ આપી રહ્યા છે, જેમાં કોરોનાવાઈરસની રસી બનાવવાનું કામ ચાલુ છે.

ગેટ્સે જણાવ્યું હતું કે, “જો બધું યોજના મુજબ ચાલે તો આપણે એક વર્ષમાં રસીનું ઉત્પાદન શરૂ કરી શકીએ.” તેમણે કહ્યું કે તેમાં વધુમાં વધુ બે વર્ષનો સમય લાગી શકે છે. વિશ્વના બીજા ધનિક વ્યક્તિ ગેટ્સે કહ્યું કે જેમ કેટલાક લોકો કહે છે તેમ મને નથી લાગતું કે રસી સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.

તેમણે કહ્યું, ‘ડો. એન્થોની ફોસી અને મેં અનુમાન લગાવ્યું છે કે આ કામમાં 18 મહિનાનો સમય લાગી શકે છે, જે વધારે નથી. ‘ડૉ. ફોસી વ્હાઇટ હાઉસ કોરોનાવાઈરસ ટાસ્ક ફોર્સના સભ્ય છે અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શનનાં ડાયરેક્ટર છે. ગેટ્સે વર્ષ 2020ના શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય યાત્રાઓથી કોરોનાનો ચેપ ફાટી નીકળવાની તુલના કરતા, ચેતવણી આપી હતી કે અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરવામાં ઉતાવળ કરવી અને કોરોના કેસોમાં વધારો થવાથી દેશના અન્ય ભાગોમાં સમસ્યા ઉભી થશે.

કોરોના સામે જંગમાં ભારતના વખાણ કરી ચૂક્યા છે ગેટ્સ- બિલ ગેટ્સ ભારતમાં કોવિડ-19 મહામારી સામે લડવામાં લોકડાઉન તથા કેન્દ્રિત તપાસના વિસ્તાર જેવા અગ્ર સક્રિય પગલાઓને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમની સરકારની પ્રશંસા કરી ચૂક્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર મોદીને લખેલા પત્રમાં ગેટ્સે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે ભારત સરકાર કોવિડ-19 સામે લડવામાં તેની અસાધારણ ડિજિટલ ક્ષમતાઓનો પૂર્ણ ઉપયોગ કરી રહી છે અને તે કોરોનાવાઈરસને શોધવા, સંપર્કો શોધવા અને લોકોને આરોગ્ય સેવાઓ સાથે જોડવા માટે ‘આરોગ્ય સેતુ’ ડિજિટલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.

તેની ઉપર ભારતીય અધિકારીઓએ ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષને ટાંકીને જણાવ્યું હતું કે, “હું એ જોઈને આભારી છું કે તમે બધા ભારતીયોને પૂરતી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત સાથે ફરજિયાત જાહેર આરોગ્ય સંતુલન બનાવવા માટે પગલાં લઈ રહ્યા છો.”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page