Only Gujarat

FEATURED National

એક ફોનથી દેશભરમાં મળતી હતી મનપંસદ કોલગર્લ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારો ખુલાસો

ભોપાલમાં મંગળવારે 18 ઓગસ્ટે પકડાયેલા સેક્સ રેકેટના તાર દિલ્હી સુધી જોડાયેલા છે. આ એક પ્રકારની એસ્કોટ સર્વિસ છે જેમાં એક કોલ કરવાથી દેશભરમાં મનપંસદ યુવતીઓ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભોપાલ પોલીસે પકડેલા યુવક-યુવતીઓની પુછપરછ કરી જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસના રિપોર્ટ પ્રમાણે સેક્સ રેકેટનું સંચાલન દિલ્હીથી થાય છે. જેમાં ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસથી તમામ રાજ્ય અને મોટા શહેરોના દલાલો જોડાયેલા રહે છે ભોપાલ પોલીસે યુવક-યુવતી પાસેથી મળેલા પુરાવા અને કોલ ડિટેલના આધારે દિલ્હીમાં હવે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરોડામાં પકડાયેલા દલાલ પવન ગંભીર ઉત્તરાખંડનો રહેવાસી છે. તેની પત્ની પુજા આ સર્વિસ માટે દિલ્હીમાં કામ કરે છે. તે ગ્રાહકોના ફોન આવ્યા બાદ લોકોને એ શહેરમાં મનપસંદ યુવતીઓ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાથી લઇને લોકલ સાથી સાથે કોન્ટેકમાં રહેતી હતી.

પોલીસે જણાવ્યું કે આ ખુબ જ મોટું રેકેટ છે અને ભોપાલ એકમાત્ર તેની બ્રાંચ છે. હાલ પકડાયેલા આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. ટીઆઇ સુધેશ તિવારીએ જણાવ્યું કે દલાલ પવન ગંભીર ફૂટવેયરનો વેપારી છે.

મોટા મેળા અથવા બજારોમાં તે બૂટનો વેપાર કરે છે. સાથે જ લાંબા સમયથી તે છોલા મંદિરમાં રહેતી એક યુવતીની મદદથી સેક્સ રેકેટ પણ સંચાલિત કરી રહ્યો હતો. જ્યારે દિલ્હીથી તેની પત્ની ગ્રાહકોના કોલ અટેન્ડ કરી તેને ભોપાલમાં પતિનો નંબર આપતી હતી. પવન અહીંની યુવતીની મદદથી આસામ અને પશ્ચિમ બંગાળની યુવતીઓ ઉપલબ્ધ કરાવે છે. જે તેના કહેવા પર ફ્લાઇટથી ભોપાલ આવી જતી હતી.

ટીઆઇ સુધેશ તિવારીના જાણાવ્યા પ્રમાણે હોટલ ધ લેક બર્બનમાં સેક્સ રેકેટ સંચાલિત કરવાની સૂચનાના આધારે રાતીબડ પોલીસે મંગળવાર 18 ઓગસ્ટે સવારે 8 વાગ્યે દરોડા પાડ્યા. આ દરમિયાન અલગ-અલગ રૂમમાંથી પાંચ કોલગર્લ અને 9 યુવક મળ્યા. પુછપરછમાં જાણવા મળ્યું કે પાંચ કોલગર્લ અહીં લલિતપુરથી આવેલા 8 વેપારીઓ દ્વારા બોલાવવાને લીધે આવી હતી.

પોલીસે પાંચેય કોલગર્લ્સ સહિત બાકી 9 યુવકોની પણ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં લલિતપુર, ઉત્તરપ્રદેશનો આકાશ શર્મા, અર્પિત જૈન, નવલ સિંહ પ્રજાપતિ, અમિત સોની, વિશાલ જૈન, અંજિલ જૈન, સૌરભ નાયક, હોશંગાબાદનો પુરુષોત્તમ પટેલ અને દલાલ પવન ગંભીર સામેલ છે.

પકડાયેલા લલિતપુરના 8 આરોપી યુવક એકબીજાના મિત્રો છે. લલિતપુરમાં તમામ અલગ-અલગ વ્યાવસાય કરે છે. વેપારના સિલસીલામાં ભોપાલ આવતા-જતા રહેતા. અય્યાશી માટે અવાર નવાર પવન અથવા તેના સાથીને કોલ કરી આ રેકેટની સેવા લેતા હતા. પવન અને તેની સાથી આ વેપારીઓ પાસેથી એક કોલગર્લના 8-10 હજાર રૂપિયા લેતા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page