Only Gujarat

National

ચીનાઓએ કર્નલ બાબુને ધક્કો મારતા ભારતના જવાનો તૂટી પડ્યા, આખી રાત અંધારામાં ચાલી હતી લડાઈ

લેહ: 15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ વિશે ઘણું લખાયું છે. આ વિશે ષડયંત્રની વાતો છે, વિશ્વાઘાતના સંકેત અને દાવાઓ થતા રહ્યાં છે. પરંતુ પુરાવાના અભાવે ઘણા સવાલના જવાબ મળતા નથી. એવામાં એક ખાનગી ચેનલે ગલવાન ઘાટી, લેહ અને થંગાસ્ટેમાં તૈનાત આર્મી અધિકારીઓ પાસેથી સંપૂર્ણ ઘટનાની વિગતો જાણવાનો પ્રયાસ કર્યો.

ગલવાનમાં હિંસક અથડામણના 10 દિવસ અગાઉ બંને દેશો વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ લેવલની વાત થઈ હતી અને પેટ્રોલ પોઈન્ટ 14 (PP14) પર બંને દેશોના સૈન્યએ પીછેહટ શરૂ કરી હતી, કારણ કે બંને દેશની આર્મી એલએસીની નજીક પહોંચી ગઈ હતી. ગલવાન નદીમાં ચીનની એક પોસ્ટ ભારતીય સરહદમાં હતી, ચીન સાથેની વાતચીતમાં આ અંગે પૃષ્ટિ થઈ ચૂકી હતી. તેને હટાવવા અંગે ચીની સૈન્ય સાથે સમજૂતી પણ થઈ હતી. વાતચીત બાદ ચીને આ પોસ્ટ અમુક દિવસ પછી હટાવી દીધી. તે જ દિવસે 16 બિહાર બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબુએ પોતાના સમકક્ષ ચીની અધિકારી સાથે વાત પણ કરી હતી. જોકે 14 જૂને અડધી રાતે ચીને ફરી તે સ્થળે પોસ્ટ તૈયાર કરી. 15 જૂને સાંજે 5 વાગે કર્નલ સંતોષ બાબુએ તે કેમ્પ પાસે જઈ એ જાણવાનું નક્કી કર્યું કે, સમજૂતી થયા બાદ હટાવી લેવામાં આવેલી પોસ્ટ ફરી શા માટે ત્યાં બની?

કર્નલ સંતોષ બાબુને સમજાતું નહોતું કે આ પોસ્ટ અંગે ચીની સૈન્ય અધિકારીઓ સાથે વાત થયા બાદ શા માટે બની ગઈ, શું વાતચીત દરમિયાન કોઈ ભૂલ થઈ હતી. આ દરમિયાન 16 બિહાર રેજિમેન્ટમાં જવાનોમાં આ બાબતે રોષ હતો. યુનિટના જવાનો નારાજ હતા અને તેઓ પોતે ચીનની વિવાદાસ્પદ પોસ્ટને તોડી ફેંકવા માગતા હતા. પરંતુ કર્નલ બાબુનો વિચાર અલગ જ હતો. તેમણે પોતાના યુનિટમાં શાંત દિમાગથી વાત કરનાર અધિકારી તરીકે ઓળખાતા હતા. તેઓ તે વિસ્તારમાં કંપની કમાન્ડર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા હતા. કર્નલ બાબુએ નક્કી કર્યું કે, તેઓ ચીનની તે પોસ્ટ સુધી પોતે જશે.

ઘટના સુધી ચીની સૈનિકોનો અંદાજ મિત્ર સમાન હતો
સામાન્ય સ્થિતિમાં એક કંપની કમાન્ડર (મેજર રેન્કના અધિકારી) આવા સમયે મોકલવામાં આવે છે, પરંતુ કર્નલ બાબુએ નક્કી કર્યું કે સ્થિતિ નાજુક છે ત્યારે યુવા અધિકારીને આ કાર્ય સોંપવાને બદલે તેઓ પોતે જ સ્થિતિ સંભાળશે. યુનિટના યુવા અધિકારીઓ અને જવાનોને આશા હતી કે સાંકડી જગ્યામાં તેમણે કોઈ કામ કરવાનું છે, આ સ્થળે અગાઉ કોઈ વિવાદ થયો નહોતો. અહીં પર બંને દેશના સૈન્ય જવાનો વચ્ચે મિત્રો જેવું વર્તન જોવા મળતું હતું.

35 સૈન્ય જવાનો સાથે નીકળ્યા કર્નલ બાબુ
15 જૂન સાંજે 7 કલાકે બાબુ અધિકારી અને જવાનોની 35 લોકોની ટીમ સાથે પગપાળા જ તે પોસ્ટ તરફ ગયા જેને ચીને એક વાર હટાવ્યા બાદ ફરી તૈયાર કરી હતી. તેમાં 2 મેજર પણ સામેલ હતા. ટીમમાં તણાવનો માહોલ નહોતો, પરંતુ તેઓ માત્ર પૂછપરછ કરવા જઈ રહ્યાં હોય તેવું વાતાવરણ હતું. ભારતીય સૈનિકોની ટીમ કેમ્પ પાસે પહોંચી તો ચીની સૈનિકોના હાવભાવ બદલાયેલા લાગ્યા અને આ ઉપરાંત જવાનો પણ અલગ હતા, ત્યાં સામાન્ય રીતે ડ્યૂટી કરતા ચીની સૈનિકોનું સ્થાન અન્ય જવાનોએ લઈ લીધું હોવાનું સામે આવ્યું. જે ચીની સૈનિકો સાથે ભારતીય જવાનોની સારી ઓળખ હતી, તેઓ હવે પોસ્ટ પર નહોતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી. ભારતીય જવાનોને જાણ હતી કે, પીપુલ્સ લિબ્રેશન આર્મીના અમુક નવા જવાનોને મેના બીજા હાફમાં ત્યાં લાવવામાં આવ્યા હતા. 16 રેજિમેન્ટને નવા સૈનિકો અંગે ખબર હતી, પરંતુ તેમની એક્ટિવિટી એલએસીની અંદર હોવાની વાત પણ તેઓ જાણતા હતા.

ચીની સૈનિકોએ કર્નલ બાબુને ધક્કો માર્યો
વિવાદાસ્પદ પોસ્ટ પર ભારતીય ટીમ પહોંચી તો નવા સૈનિકો અલગ અંદાજમાં જોવા મળ્યા. જ્યારે કર્નલ બાબુએ તપાસ શરૂ કરી અને પ્રશ્ન કર્યો કે- તમે પોસ્ટ ફરી કેમ બનાવી લીધી? આ સમયે ચીની સૈનિકે એક જવાન સામે આવ્યો અને તે કર્નલ બાબુને ધક્કો માર્યો. રિપોર્ટ અનુસાર, ચીનના અભદ્ર સૈનિકે ચીની ભાષામાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો. આ પ્રક્રિયાની ભારત તરફથી તીખી પ્રતિક્રિયા આપવામાં આવી. ભારતીય ટીમ ચીનીઓ પર તૂટી પડી. 30 મિનિટ ચાલેલી આ લડાઈમાં બંને તરફ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. ભારતીય ટીમ હાવી થઈ અને તેમણે પોસ્ટને તોડી પાડી અને ત્યાંથી ચીની પ્રતિક પણ હટાવી દીધો. ભારતના કમાન્ડિંગ ઓફિસરને ધક્કો મારવામાં આવતા ધીરજ રાખી શકાય તેમ નહોતું.

કર્નલ બાબુને સંકટની જાણ થઈ ગઈ
આ ઘટના બાદ કર્નલ બાબુ જાણી ગયા કે ચીનીઓનો મિજાજ અલગ છે. નવા સૈનિકો અને દુર્વ્યવહારથી કંઈક મોટું બનવાનું હોવાની તેમને શંકા ગઈ. તેમણે ઈજાગ્રસ્ત જવાનો પરત જવા અને વધુ સૈનિકો મદદ માટે મોકલવાની વાત કહી. ત્યાં સુધી ભારતીય જવાનો ચીનીઓ પ્રતિ વધુ ગુસ્સામાં હતા, કર્નલ બાબુ હજુ ધીરજ દાખવી પોતાના જવાનોને શાંત કરી રહ્યાં હતા. કર્નલ બાબુ અને તેમની ટીમે જે નવા ચીની જવાનોને પકડ્યા તેમની સાથે એલએસી પાર ચીની સરહદ તરફ વધ્યા. ભારતીય ટીમ આ જવાનોને ચીનના હવાલે કરવા માગતી હતી અને સાથે વધુ સૈનિકો અહીં નથી આવવાનાને તે જાણવા માગતી હતી.

આ અથડામણ સામાન્ય નહોતી
15 જૂને બનેલી ઘટના સામાન્ય દિવસો જેવી અથડામણ નહોતી. આ અથડામણ એક નાની ઘટના હતી પરંતુ વાસ્તવિક લડાઈ તો એક કલાક બાદ થવાની હતી. આ બીજી લડાઈમાં જ સૈનિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. શાયોક-ગલવાન નદીના પોઈન્ટ પર તૈનાત એક આર્મી અધિકારીએ કહ્યું કે,‘અમારા જવાનો ગુસ્સામાં હતા અને આક્રમક હતા. તમે વિચારી શકો છો કે ચીનીઓને તેઓ કઈ હદે પાઠ ભણાવવા માગતા હશે.’ ગલવાન ઘાટીમાં રાતનો અંધકાર છવાઈ ગયો, વિઝિબિલિટી ઘટી ગઈ. કર્નલ બાબુને જે આશંકા હતી તે સાચી પડી. ચીનના નવા સૈનિકો નદીના બંને કિનારાઓ પર પોઝિશન લઈ રાહ જોઈ રહ્યાં હતા. આ ઉપરાંત તેઓ એક રિજ પર પણ પોઝિશન લઈ તૈયાર હતા. જેવા ભારતીય સૈનિકો ત્યાં પહોંચ્યા ચીની સૈનિકોએ મોટા પથ્થરો વડે હુમલો કર્યો.

જ્યારે કર્નલ બાબુને માથા પર ઈજા થઈ...
રાતે 9 કલાક આસપાસ કર્નલ બાબુના માથા પર મોટો પથ્થર વાગ્યો અને તે ગલવાન નદીમાં પડ્યા. શક્યતા એ પણ હોઈ શકે કે, તેમને જાણીજોઈને ટાર્ગેટ ના કરાયા હોય પરંતુ લડાઈ દરમિયાન પથ્થરમારામાં તેમને પણ પથ્થર વાગ્યો હોય. ભારત-ચીનના સૈનિકો વચ્ચે આ હિંસક અથડામણ 45 મિનિટ ચાલી. અંધકારમાં ઘણા જવાન શહીદ થયા. આ લડાઈ ઘણા ગ્રૂપમાં થઈ રહી હતી. જેમાં અંદાજે 300 લોકો એકબીજા સાથે લડી રહ્યાં હતા. લડાઈ અટકી ત્યારે બંને દેશોના ઘણા જવાનો નદીમાં પડી ચૂક્યા હતા, જેમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ હતા.


આ લડાઈમાં ચીની સૈનિકોએ ખીલીયોવાળી રૉડ અને ડંડાનો ઉપયોગ કર્યો હતો. તે પછી બંને દેશના સૈનિકો અલગ થયા. રાતે 11 વાગે વાતાવરણ શાંત હતું. આ દરમિયાન બંને દેશના જવાનોએ ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા. કર્નલ બાબુ અને અન્ય જવાનોને ભારતીય કેમ્પમાં લાવવામાં આવ્યા. જ્યારે અન્ય જવાનો સ્થિતિ જાણવા માટે ચીની સરહદે જ રહ્યાં. ભારતીય સૈનિક કમાન્ડિંગ ઓફિસરને શહીદ થતા જોઈ રોષે ભરાયા હતા અને બદલો લેવા માગતા હતા. ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢવામાં આવી રહ્યાં હતા ત્યારે જ એક ડ્રોનનો અવાજ આવ્યો. આ એક નવા જોખમનો સંકેત હતો ભારત-ચીનના સૈનિકો વચ્ચેની ત્રીજી લડાઈના. બની શકે આ ડ્રોનમાં ઈન્ફ્રારેડ કેમેરા અને નાઈટ વિઝન હોય, જેથી ચીન જાણી શકે કે તેને કેટલું નુકસાન થયું અને પછી ફરી હુમલો કરી શકે.

મદદ કરવા પહોંચી ઘાતક પ્લાટૂન
આ દરમિયાન ભારતીય સૈન્યએ મદદ માગી અને મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો ત્યાં પહોંચી ગયા. તેમાં 16 બિહાર રેજિમેન્ટ અને 3 પંજાબ રેજિમેન્ટની ઘાતક પ્લાટૂન પણ સામેલ હતી. ઘાતક પ્લાટૂનમાં તે સૈનિકો સામેલ હતા જેઓ હુમલામાં નેતૃત્ત્વ કરે છે. ભારતીય સૈનિકો મદદ માટે આવ્યા ત્યાંસુધીમાં ભારતીય સૈન્ય ચીની સરહદમાં પહોંચી ગઈ હતી. ભારતના સૈનિકો ઈચ્છતા હતા કે ચીની સૈનિકો એલએસી નજીક ના પહોંચે અને તેમને તે પહેલા જ અટકાવી દેવામાં આવે. બંને દેશના સૈન્ય જવાનો વચ્ચે ત્રીજી અથડામણ રાતે 11 વાગે શરુ થઈ અને તે નાના-નાના તબક્કામાં અડધી રાત બાદ પણ ચાલતી રહી. ભારતીય સૈનિકો ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપી રહ્યાં હતા પરંતુ સાંકડા માર્ગ અને ઊભા ચઢાણ હોવાને કારણે ઘણા સૈનિકો નદીમાં પડી ગયા. ઘણા સૈનિકોને પડતા સમયે પથ્થરો વાગતા ઈજા થઈ હતી.

7 વાગે શરૂ થયેલી અથડામણના 5 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી હતી. ભારત અને ચીન બંનેના સ્વાસ્થકર્મીઓ ત્યાં પહોંચ્યા. મૃત સૈનિકોના પાર્થિવ દેહ ઉઠાવવામાં આવ્યા અને ઈજાગ્રસ્તોની સારવાર શરૂ થઈ. અંધકારમાં જ એકબીજાના ઈજાગ્રસ્ત અને મૃત સૈનિકોની આપ-લે કરવામાં આવી. આ દરમિયાન ભારતના 10 જવાનોને ચીની સૈનિકોએ પકડી લીધા, જેમાં 2 મેજર, 2 કેપ્ટન અને 6 જવાન સામેલ હતા.

16 ચીની સૈનિકોના મૃતદેહ આપવામાં આવ્યા
રિપોર્ટ અનુસાર, લડાઈ બાદ જે વાતની નોંધ લેવામાં આવી તે હતી કે, ત્રીજી લડાઈ બાદ ચીનને તેના 16 જવાનોના મૃતદેહ આપવામાં આવ્યા. જેમાં 5 ચીની ઓફિસર હતા. જોકે ડીબ્રીફિંગ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ નહોતો કે 5 બોડીમાં ચીનના કમાન્ડિંગ ઓફિસરની બોડી હતી કે નહીં. આ રીતે લડાઈમાં ચીનના 16 જવાન તો માર્યા ગયા હતા. એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો કે, જે રીતે લડાઈના બીજા દિવસે 17 ભારતીય જવાનો શહીદ થયા તે રીતે ચીનના ઘણા ઈજાગ્રસ્ત જવાનોએ જીવ ગુમાવ્યો હશે. જોકે ચીને આ અંગે પૃષ્ટિ કરી નહોતી. એક અહેવાલ મુજબ ચીનના 40થી વધુ જવાનોનો ખાત્મો ખોલી ગયો હતો.

રિપોર્ટમાં જણાવાયું કે, ત્રીજી લડાઈ બાદ ‘પ્રિઝનર એક્ષચેન્જ’ જેવી સ્થિતિ નહોતી. અંધકાર યુધ્ધની બેચેની, ઝીરોથી ઓછું તાપમાન આવી સ્થિતિમાં ઘણા સૈનિક આમ-તેમ રહી ગયા હતા. 16 જૂન સવાર થતા-થતા તમામ સૈનિક એલએસી પાર પોસ્ટ પર પરત આવી ગયા હતા. જે સૈનિકો પરત ના આવ્યા ત્યારે બંને પક્ષોના મેજર જનરલ વચ્ચે બંને પક્ષે ગુમ થયેલા જવાનોની આપ-લે કરવા મુદ્દે સમજૂતી થઈ. ભારતીય સૈન્ય અધિકારીએ કહ્યું કે, યુદ્ધ બાદ બંધક બનાવવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ નહોતું થયું. અમે તેમના સૈનિકોને પણ મેડિકલ હેલ્પ આપી રહ્યાં હતા અને તેઓ પણ ભારતીય સૈનિકોની સારવાર કરી રહ્યાં હતા.

 

 

 

You cannot copy content of this page