Only Gujarat

National

દૂધવાળાની હરકતથી લોકોમાં કોરોના ફેલાવવાનો ડર, વીડિયો થયો વાઈરલ

જયપુર: રાજસ્થાનના ભરતપુરમાં એક દૂધવાળાની કરતુત સામે આવી છે જે કેમેરમાં રેકોર્ડ થઈ. દૂધવાળાનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં જોવા મળે છે કે દૂધના કેનમાં દૂધ લઈને વેચવા નીકળ્યો હોય છે, પરંતુ જ્યારે દૂધ ઘટી જાય છે ત્યારે તે એક બૂથ પરથી દૂધની થેલીઓ ખરીદે છે, જે પછી પોતાના દાંત વડે થેલી તોડી થેલીઓમાં રહેલું દૂધ કેનમાં ભરે છે. જે રીતે દૂધવાળો દાંત વડે થેલીઓ તોડી દૂધ કેનમાં ભરતા હતો તે જોઈ લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ડર વધી ગયો છે.

આ ઘટના મથુરા હેટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં વિજળીઘર ચોક પર એક બૂથ છે, જેની સામે દૂધવાળો પોતાની બાઈક પર દૂધ વેચવાના કેન લઈને ઊભો રહે છે. દૂધ ઓછું પડતા તે બૂથ પરથી દૂધની ઘણી થેલીઓ ખરીદે છે અને પછી પોતાના દાંત વડે તેને તોડી દૂધ કેનમાં ભરે છે.


આ દૂધ તે ઘણા ઘરે જઈને વેચતો હોય છે, દૂધવાળાના આ હરકતથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય તો રહે છે પરંતુ તંત્રની ચિંતામાં પણ વધારો થઈ શકે છે. ભરતપુર જીલ્લામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 130 પાર પહોંચી ગઈ છે, જેમાંથી 4 લોકોના મોત થયા છે. પરંતુ આ દરમિયાન દૂધવાળાની આવી હરકતે લોકોને વધુ ભયભીત કરવાનું કામ કર્યું.

મથુરા ગેટના એસઆઈ રાજેન્દ્ર શર્માએ કહ્યું કે, વીડિયોમાં દૂધવાળાની હરકત જોવા મળી છે, જેનાથી સંક્રમણ વધી શકે છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આ અગાઉ પણ આવા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.


ભરતપુરમાં જ ફળોની લારી ચલાવતા એક વ્યક્તિનો સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો જે થૂકનો ઉપયોગ કરી ફળ વેચવાનું કામ કરતો હતો. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે તેની શોધ માટે રેડ કરી હતી પરંતુ તે ભાગી ગયો હતો, પોલીસ હાલ તેની શોધ કરી રહી છે.

You cannot copy content of this page