Only Gujarat

International

અંડરગાર્મેન્ટ્સ પર ટ્રાન્સપરન્ટ પીપીઈ કિટ પહેરી કોરોના વોર્ડમાં પહોંચી નર્સ, નોકરી ગુમાવી

મૉસ્કો: વિશ્વમાં ઘણી એવી ઘટનાઓ બની રહી છે જેની કલ્પના પણ નહીં કરવામાં આવી હોય. તેને જ કિસ્મતનો ખેલ કહેવામાં આવે છે. આવું જ કંઈ રશિયાની એક નર્સ સાથે થયું જેની એક તસીવર વાઈરલ થયા બાદ તેનું ભાગ્ય બદલાયું. આ નર્સ ટ્રાન્સપરન્ટ પીપીઈ ગાઉન પહેરી પુરુષ દર્દીઓના વોર્ડમાં પહોંચી ગઈ હતી.


નર્સે આ સમયે પોતાનો યુનિફોર્મ નહોતો પહેર્યો અને માત્ર અંડરગારમેન્ટ્સની ઉપર જ પીપીઈ ગાઉન પહેર્યો હતો. પરંતુ ગાઉન ટ્રાન્સપરન્ટ હોવાના કારણે તેના અંડરગારમેન્ટ્સ દેખાતા હતા, જેથી નર્સ તસવીર ક્લિક કરી એક દર્દીએ સોશિયલ મીડિયા પર મુકતા નર્સે નોકરી ગુમાવી હતી. જે પછી નર્સનું ભાગ્ય ચમક્યું અને તેને મૉડલિંગની ઓફર મળી.

સોશિયલ મીડિયા પર જે નર્સની તસવીર વાઈરલ થઈ હતી તે 23 વર્ષીય નર્સનું નામ નાદિયા છે. જે પુરુષોના વોર્ડમાં ટ્રાન્સપરન્ટ પીપીઈ કિટના ગાઉનમાં પહોંચી હતી. ગાઉનમાંથી નાદિયાના અંડરગાર્મેન્ટ્સ જોવા મળી રહ્યાં હોવાથી દર્દીઓ તેને ઘૂરતા હતા. આ સમયે જ એક દર્દીએ તસવીર ક્લિક કરી હતી, જે પછી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ.


આ તસવીરના આધારે તુલા રીઝનલ ક્લિનિકલ હોસ્પિટલ મેનેજમેન્ટે નાદિયાને ડિસિપ્લિન તોડવાના આરોપ હેઠળ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જે પછી ઘણા લોકો નાદિયાના સમર્થનમાં આવ્યા. તેમના મતે હોસ્પિટલ પાસે સારા પીપીઈ ગાઉન નથી, નાદિયાએ જે ગાઉન પહેર્યો હતો તેનાથી સંક્રમણથી બચી શકાય નહીં.

આ તસવીર વાઈરલ થયા બાદ નાદિયાએ જણાવ્યું કે, તેને અંદાજ નહોતો કે આ ગાઉન આટલો પાતળો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તેને કાઢી મૂક્યા બાદ નાદિયાને લૉન્જરી બ્રાન્ડ તરફથી મૉડલિંગની ઓફર મળી છે. મિસ એક્સ લૉન્જરી બ્રાન્ડની હેડ અનસ્તાસ્યા યકુશવાએ કહ્યું કે- તે ઈચ્છે છે કે નાદિયા તેમની બ્રાન્ડ માટે મૉડલિંગ કરે. કંપનીએ ઘણી નવી ડિઝાઈન તૈયાર કરી છે અને તેઓ ઈચ્છે છે કે તેનું ઓપનિંગ નાદિયા જ કરે.

નાદિયાએ રયજન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીથી ડિગ્રી મેળવી હતી. કોવિડ-19 સામેની લડાઈમાં તે પ્રોપર ગાઉન વગર જ દર્દીઓની સારવાર કરી રહી હતી. હાલ એ સામે નથી આવ્યું કે, નાદિયાએ લૉન્જરી બ્રાન્ડની ઓફર સ્વિકારી છે કે નહીં. નાદિયાએ હોસ્પિટલે આપેલી નોટિસના જવાબમાં ગાઉન આટલો ટ્રાન્સપરન્ટ હશે તેની જાણ ના હોવાની વાત કરી હતી, આ ઉપરાંત નર્સની તસવીર ક્લિક કરનારા દર્દી પર પણ કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે.

You cannot copy content of this page