Only Gujarat

International TOP STORIES

તો શું કોરોનાવાઈરસનો ખાત્મો હવે હાથ વેંતમાં? બ્રિટનમાં બે વ્યક્તિઓને અપાઈ ચૂકી છે રસી

લંડનઃ બ્રિટનમાં કોરોનાવાઈરસની રસીનું માણસો ઉપર પરીક્ષણ ગુરુવારે (23 એપ્રિલ) કરવામાં આવ્યું હતું. એક માઈક્રોબાયોલોજીસ્ટે કોવિડ-19ની પહેલી રસી લગાવી હતી. વેક્સિનને હ્યુમન ટ્રાયલ માટે 800 લોકોમાંથી એલિસા ગ્રેનેટોને પસંદ કરવામાં આવી હતી. આ વેક્સિન ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

માઈક્રોબાયોલોજીસ્ટ એલિસાને રસી લગાવતા દરેકની નજર તેની ઉપર છે. આ રસી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાંથી કોરોના વાયરસ સામે લડવામાં મદદ મળશે.

એલિસાએ કહ્યુ, વૈજ્ઞાનિક છું, રિસર્ચને સપોર્ટ કરવા માંગુ છું: રસી અપાયા પછી એલિસા ગ્રેનાટોએ બીબીસીને કહ્યું, “હું વૈજ્ઞાનિક છું.” તેથી, હું સંશોધનને સપોર્ટ આપવા માંગું છું. મેં વાઈરસ વિશે કોઈ અભ્યાસ કર્યો નથી. તેથી સારો અનુભવ કરી રહી નહોતી. આ કાર્યને ટેકો આપવાનો આ સૌથી સહેલો રસ્તો છે.” સંયોગની વાત એ છે કે, ગુરુવારે એલિસાનો 32મો જન્મદિવસ હતો. તે જ દિવસે તેને આ રસી આપવામાં આવી હતી.

બે રસીનું પરીક્ષણઃ એલિસાની સાથે, કેન્સર અંગે સંશોધન કરી રહેલી એડવર્ડ ઓનિલને પણ રસી આપવામાં આવી છે. એલિયાને કોવિડ -19 રસી આપવામાં આવી છે. તો, ઓનિલને મેનેન્જાઇટિસની રસી આપવામાં આવે છે. મેનેન્જાઇટિસ એ એક ચેપી રોગ પણ છે. તેમાં મગજમાં બળતરા થાય છે અને કરોડરજ્જુમાં સોજો આવે છે.

48 કલાક મોનિટરિંગઃ એલિસા અને ઓનિલ પર 48 કલાક નજર રાખવામાં આવશે. તેમના પર રસીની અસરને સમજ્યા પછી જ વૈજ્ઞાનિકો અન્ય સ્વયંસેવકોને રસી આપશે. હ્યુમન ટ્રાયલના બીજા તબક્કા માટે 18 થી 55 વર્ષ સુધીના સ્વસ્થ લોકોની પસંદગી કરવામાં આવી છે. આ લોકોમાંથી અડધા લોકો પર બંને રસી પર પરીક્ષણ કરાશે. જોકે, તેમને કઇ રસી આપવામાં આવી છે તે જણાવવામાં આવશે નહીં.

પ્રોફેસર ગિલબર્ટે કહ્યુ, રસી ઉપર પુરો વિશ્વાસ છેઃ રિસર્ચ ટીમના નેતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સીનોલોજીના પ્રોફેસર સારા ગિલ્બર્ટે કહ્યું કે, હું આ રસી વિશે વ્યક્તિગત રૂપે વિશ્વાસ ધરાવું છું. આપણે માણસો પર તેનું પરીક્ષણ કરવું પડશે અને ડેટા એકત્રિત કરવાનો છે. પરંતુ, આપણે એ જોવું રહ્યું કે આ રસી લોકોને કોરોનાવાઈરસથી સુરક્ષિત કરે છે કે નહીં.”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page