Only Gujarat

National

આ સરપંચે મોદી માટે વાંચી કવિતા, કહ્યું- ‘ મને કિસ્મત પર નહીં મહેનત પર ભરોસો છે’

નવી દિલ્હી: પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન મોદીએ દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરી વાત કરી. આ દરમિયાન તેઓએ પુણેના ચાકણમાં મેદનકરવાડી ગ્રામ પંચાયતની સરપંચ પ્રિયંકા રામદાસ મેદનકર સાથે વાત કરી. વાતચીતની ખાસ વાત એ રહી કે પ્રિયંકા રામદાસની વાતથી પીએમ મોદી ખુબ જ પ્રભાવિત થયા. તેઓએ કહ્યું કે તમારા જેવા ભણેલા-ગણેલા પ્રધાન આધુનિક વ્યવસ્થાઓને ગામમાં લઇ આવી શકે છે.

પીએમ મોદી સાથે વાતચીતમાં પ્રિયંકાએ જણાવ્યું કે જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું તેના એક દિવસ પહેલા જ સમગ્ર ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું. તથા બે જગ્યાએ સેનેટાઇઝ ટનલ લગાવવામાં આવી જ્યાં સૌથી વધુ લોકોની અવર જવર છે. પ્રિયંકાએ જણાવ્યું કે ગામમાં તમામ લોકો માટે સેનેટાઇઝ સંભવ નથી આથી ગામમાં ઘરે-ઘરે જઇને સાબુ વેંચ્યા જેનાથી વારંવાર હાથ ધોઇ કોરોનાથી બચી શકાય.

પ્રિયંકાએ જણાવ્યું કે ગામમાં જે મહિલાઓએ સિલાઇનું શિક્ષણ મેળવ્યું છે તેવી મહિલાઓને માસ્ક બનાવવાનું કામ કર્યું. તેઓએ 5 હજાર માસ્ક બનાવ્યા. બાદમાં તેમના દ્વારા બનાવવામાં આવેલા માસ્ક સમગ્ર ગામમાં વેંચવામાં આવી રહ્યાં છે. એક નક્કી કરેલા સમયે સ્ટ્રીટ લાઇટ બંધ રહેશે જેની મદદથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી શકાય.

પ્રિયંકાએ જણાવ્યું કે દુકાનો સામે સર્કલનું માર્કિંગ કરવામાં આવ્યું જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં સફળતા મળે. પ્રિયંકાએ જણાવ્યું કે શાકભાજી અને રાશનની દુકાનને અલ્ટરનેટ ડે પર વેચાણ કરવા માટે ખોલવાનું કહેવામાં આવ્યું. ત્રણ દિવસ રાશનની દુકાન ખુલી રહેતી અને ત્રણ દિવસ શાકભાજીની દુકાન.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે તો ગામ લોકો થાકી ગયા હશે. લોકોને ગુસ્સો આવતો હશે કે મોદી કેવા છે આટલા દિવસથી બંધ કરી રાખ્યું છે. ત્યારે પ્રિયંકાએ જવાબ આપ્યો લોકોને ઘરમાં રહેવાની આદત નથી. આથી ગામ લોકો થાકી ગયા છે. પરંતુ તેઓને ખબર છે કે આપણા દેશના વડાપ્રધાન જે કરી રહ્યાં છે તે આપણા સ્વાસ્થ્ય માટે કરી રહ્યાં છે જે લોકો સમજે છે.

છેલ્લે પ્રિયંકાએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતાં કવિતા સંભળાવી હતી. ”પ્રયાસ ચાલું છે અને હિમ્મત યથાવત છે, માથા પર છે આ દુનિયામાં છવાઇ જવાનો ફિતૂર, મને કિસ્મત પર નહીં મહેનત પર ભરોસો છે, એક દિવસ જરૂર આ સ્થિતિ સુધરી જશે”

You cannot copy content of this page