Only Gujarat

International

બિલકુલ એક સરખી જ દેખાય છે ત્રણેય બહેનો, તસવીરો જોઈને તમે પણ થઈ જશો કન્ફ્યૂઝ

તમને અત્યાર સુધીમાં અનેક જોડિયા ભાઈ-બહેનોને જોયા હશે. આ કેટલાક જ સેકન્ડના અંતરાલમાં પેદા થાય છે. જો કે, એવું ઓછું થાય છે કે જ્યારે તેમનો ચહેરો એક જેવો જ હોય. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર જુડવા નહીં તિડવા(ત્રેલડી) બહેનો ચર્ચામાં છે. ત્રણેયના ચહેરા, ફીગર સરખું જ લાગે છે. આ આઈડેન્ટિકલ ટ્રિપ્લેટ્સ એટલી સરખી દેખાઈ છે કે લોકો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. પોતાના લુકના કારણે ત્રણેય અનેક વાર લોકો સાથે મજાક કરે છે. સોશિયલ મીડિયા પર આ હૉટ બહેનોની જોડી વાયરલ થઈ રહી છે.

નેધરલેન્ડના નિમજેંગેનમાં રહેતી સેમ, ફાય અને મેલ ક્યારેક જ અલગ-અલગ દેખાય છે. તે કામથી લઈને જીમ સુધી એકસાથે જ જાય છે.18 વર્ષની બહેનોનો એક રૂલ છે. તેઓ એકબીજા સાથે ડિસ્કસ કર્યા વિના બહાર નથી જતી. ક્યાક બહાર નિકળતા પહેલા તે એકસાથે નક્કી કરે છે કે તેમણે શું પહેરવાનું છે?

આ બહેનો પાસે દરેક ડ્રેસના 3 સેટ હોય છે, એક જેવા જ કપડા પહેરે છે. બસ તેમનો રંગ અલગ-અલગ હોય છે.આ ત્રણેય બહેનોમાંથી ફાયની આંખ નીચે એક નિશાન હોવાના કારણે તે અલગ પડે છે. બાકી ત્રણેયમાં કોઈ જ અંતર નથી.

સેમનું કહેવું છે કે તેમની પસંદ મળતી આવે છે. ત્રણેય એકસાથે જ કામ કરે છે. પરંતુ કન્ફ્યૂઝનથી બચવા માટે અલગ-અલગ રંગના કપડા પહેરે છે.પોતાની પ્રોમ નાઈટમાં પણ તેમણે એક જેવા જ કપડાં પહેર્યા હતા. ત્રણેયે 40-50 કપડાં ટ્રાય કર્યા પરંતુ છેલ્લે ત્રણેયને એક જ ડ્રેસ પસંદ આવી.

ત્રણેય એક જેવા ડ્રેસ અને એક જેવા દેખાવાના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનતી રહે છે. તેમને લોકો ઘણીવાર ટોકી પણ દે છે.તેમની માતાએ પણ તેમના એકસમાન કપડા વેચવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તો પણ તેમણે એક જેવા કપડા પહેરવાનું ચાલુ રાખ્યું.

ફાયે જણાવ્યું કે તેમના માતા ઈચ્છે છે કે ત્રણેય અલગ-અલગ કામ કરે. પરંતુ જ્યારે અમે ત્રણેય સાથે હોઈએ છે ત્યારે તમામ વસ્તુઓ સારી થાય છે.ત્રણેય જીમમાં એક જ જેવા પરંતુ અલગ-અલગ કપડામાં આવે છે. ઈંસ્ટ્રક્ટર કપડાથી જ તેમને ઓળખી શકે છે.

ત્રણેયનું કહેવું છે કે જ્યારે તે અલગ-અલગ કપડા પહેરે છે ત્યારે કન્ફ્યૂઝન થઈ જાય છે. વાત જો એકબીજાની આદતની કરીએ તો, ત્રણેય વેજીટેરિયન છે. સાથે જ ત્રણેય અનેક વાર અલગ-અલગ હેરસ્ટાઈલ સાથે પોતાનો લૂક બદલી નાખે છે.

તેમની તસવીર પર લોકો અલગ-અલગ કમેન્ટ કરે છે. લોકોનું કહેવું છે કે તેમના પતિને વધુ પરેશાની થશે.

You cannot copy content of this page