Only Gujarat

National

બાળકોના જન્મ પછી થઈ ગયું હતું 90 કિલો વજન, આ રીતે ઘટાડ્યું હતું 30થી વધુ કિલો વજન

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝીન ‘ટાઉન એન્ડ કન્ટ્રી’એ વર્ષ 2020ના ટોચના સમાજસેવીઓમાં સ્થાન આપ્યું છે. તેમની સાથે રિલાયન્સ ફાઉન્ડેશનને પણ યાદીમાં જગ્યા આપી છે. નીતા લાંબા સમયથી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી સમાજ સેવાના કામમાં જોડાયેલા છે. જણાવી દઈએ કે મેગેઝીને જે સમાજ સેવકોની યાદી જાહેર કરી છે તેમાં ભારતમાંથી માત્ર તેમને જ સામેલ કરવામાં આવ્યા છે.

નીતાને કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉન દરમિયાન સમાજના ગરીબ લોકો માટે રાહતની યોજનાઓ ચલાવવા માટે, ગરીબો અને મજૂરોના ભોજન ઉપલબ્ધ કરાવવા, તેમને આર્થિક મદદ કરવા અને દેશની પહેલી કોવિડ-19 હૉસ્પિટલ બનાવવામાં સહયોગ કરવા માટે દુનિયાના ટોચના સમાજ સેવકોની યાદીમાં જગ્યા આપવામાં આવી. જણાવી દઈએ કે ખૂબ જ વ્યસ્ત રહેવ છતા પણ નીતાના ચહેરા પર ક્યારેય તણાવ નથી જોવા મળતો, તેનું કારણ તેની ફિટનેસ છે. આજે તમને નીતા અંબાણીના કેટલાક ફિટનેસ સીક્રેટ જણાવવા જઈ રહ્યા છે. ખુદને ફિટ રાખવા માટે નીતા સવારથી જ લઈને સાંજ સુધી અનેક રુલ્સ ફૉલો કરે છે. ખાસ કરીને ડાયેટ અને કસરત..

કેટલાક વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન નીતાએ જણાવ્યું હતું કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમનું વજન 47 કિલો હતું પરંતુ જ્યારે તેના ત્રણ બાળકો થયા તો વજન 90 કિલો થઈ ગયું હતું.

જ્યારે નીતાને પુછવામાં આવ્યું કે તમારું વજન ઘટવા માટે કોણ જવાબદાર છે તો તેમણે કહ્યું કે, બીજું કોઈ નહીં પરંતુ મારો નાનો દીકરો અનંત જ મારી પ્રેરણા છે. તેણે જ મને વજન ઘટાડવાની અને ફિટ રહેવાની પ્રેરણા આપી.

નીતા રોજ સવારે 40 મિનિટ એક્સરસાઈઝ, યોગ અને સ્વીમિંગ કરે છે. જેનાથી તેમની ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થાય છે અને તેનાથી વધુમાં વધુ કેલેરી ઓછી કરવામાં મદદ મળે છે. તે ડાન્સ પણ કરે છે. ડાન્સ કરવાની ઘણી કેલેરી બળે છે. કામ ખત્મ થયા બાદ નીતા સાંજે પણ 30 મિનિટ કસરત અને યોગ કરે છે.

નીતા દિવસની શરૂઆત બદામ અને અખરોટ ખાઈને કરે છે. સવારના નાસ્તામાં એગ વાઈટ ઑમલેટ ખાય છે. સાથે જ દિવસભર પોતાની ડાઈટમાં અનેક હેલ્ધી વસ્તુઓ લે છે. જેમાં કાર્બ્સની માત્રા ઓછી રહે છે.લંચમાં વધુ લીલા શાકભાજી અને સૂપ સામેલ કરે છે. સાંજે પનીર કે પ્રોટીન રિચ સ્નેક્સ લે છે. ડિનરમાં લીલા શાકભાજી, સૂપ અને સ્પ્રાઉટ્સ સામેલ કરે છે.

નીતાનું કહેવું છે કે માત્ર ફિઝિકલ એક્સરસાઈઝ અને ડાઈટની મદદથી વજન પર નિયંત્રણ નથી આવી શકતું. એ સાથે સ્ટ્રેસ ફ્રી લાઈફ જરૂરી છે. સ્ટ્રેસ ફ્રી રહેવાથી ભૂખ વધારતા હૉર્મોન્સનું લેવલ ઓછું થાય છે. એવામાં આપણે વધુ ભોજન લેવાથી બચી શકીએ છે. સાથે જ પોઝિટિવ થિકિંગ સાથે કામ કરવું જરૂરી છે.

You cannot copy content of this page