Only Gujarat

National

રોડ પર ભરચક ટ્રાફિકમાં જીવની પરવા કર્યા વગર લોકોએ ઘરેણા લેવા કરી પડાપડી

ઘણીવાર રસ્તા પર એવી ઘટના બની જતી હોય છે, જે સપનામાં પણ વિચારી ના હોય. રસ્તે ચાલતા જતા હોઈને અચાનક જ એક પછી એક ઘરેણા પડવા લાગે તો શું થાય. એવું જ કંઈક આગ્રામાં એમજી રોડ પર ગુરુવાર, 24 ફેબ્રુઆરીના રોજ એક કારમાંથી અચાનક જ જ્વેલરીનો વરસાદ થયો હતો. જોત-જોતામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. રસ્તે જતાં વાહનોની પરવા કર્યા વગર ઘરેણાં લેતા હતા.

લોકોને આ રીતે જોઈને રસ્તેથી પસાર થનારા અન્ય લોકો પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. તેમને પણ ખ્યાલ નહોતો કે આખરે આ શું થઈ રહ્યું છે. જ્વેલરી લૂંટી લીધા બાદ જ્યારે લોકોને ખબર પડી કે ઘરેણા નકલી છે તો લોકોને ગુસ્સો આવ્યો હતો અને તેમણે ઘરેણા ફેંકી દીધા હતા.


દિલ્હીના કલક્ટ્રેટની સામે એમજી રોડ પર આ ઘટના બની હતી. કારનું વ્હીલ અચાનક ફાટી ગયું હતું અને કંટ્રોલ ગુમાવતા એક બાજુ કાર ઝૂકી ગઈ હતી. કારમાંથી પીળા રંગના ઘરેણા રસ્તા પર પડી ગયા હતા. આસપાસના લોકોને એમ લાગ્યું કે આ સોનાના છે અને તેથી જ ઘરેણા લેવા માટે હોડ જામી હતી.


રસ્તા પર કાર તથા ટૂ વ્હીલર ઝડપથી પસાર થતા હતા, પરંતુ લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર જ્વેલરી લીધી હતી.


કેટલાંક લોકો ઝડપથી પસાર થતાં વાહન સાથે અથડતા અથડતા માંડ માંડ બચ્યા હતા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. કેટલાંકે ઘરેણાં પથ્થર પર ઘસીને જોયા તો ખ્યાલ આવ્યો કે તે નકલી છે. આ વાતની જાણ થતાં જ લોકોએ ઘરેણા ફેંકી દીધા હતા.

You cannot copy content of this page