Only Gujarat

International

નહીં સુધરે ચીન, નકલી વસ્તુઓમાં કુખ્યાત ચીને હથિયારો પણ બનાવ્યા છે ડુપ્લીકેટ

ચીનને ભારતના પૂર્વ લદ્દાખના અનેક ભાગોમાં કબ્જો જમાવીને રાખ્યો છે. પૈંગોંસ ત્સો, ડેંપસોંગ, ગલવાન વેલી, હૉટ સ્પ્રિંગ, કોયુલ અને ફુક્શમાં ચીન આગળ આવીને બેસી ગયું છે. એ જ ડરાવવા ધમકાવવાનો પ્રોપેગેંન્ડા ચાલુ છે. તિબેટના પઠારમાં હાઈ અલ્ટીટ્યૂડ વિસ્તારમાં ચીની હથિયારોના વીડિયોઝ પણ નાખતું રહે છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આમાંથી મોટાભાગના વાહન, હવાઈ જહાજ અને હેલિકોપ્ટર્સ પણ નકલ કરીને બનાવ્યા છે. આવો જાણીએ ચીનના કેટલાક નકલચી સૈન્ય વાહનો વિશે..

ટાઈપ-15 Vs British L7
ચીનની સેના લાંબા સમયથી પહાડ પર જંગ કરવા માટે હળવી ટેન્ક પર કામ કરી રહી હતી. ચીનની સેનાએ કેટલાક વર્ષો પહેલા હળવા વજનની જંગી ટેન્ક ટાઈમ-15ને પોતાની સેનામાં સામેલ કરી છે. તેને હાલમાં જ દક્ષિણ-પશ્ચિમ પઠારામાં પણ યુદ્ધાભ્યાસ દરમિયાન જોવામાં આવી હતી. પરંતુ આ ટેન્ક અસલમાં બ્રિટિશ એલ7 ગન જેવું દેખાય છે, જેનું લાયસન્સ ચીનને 1980ના દાયકામાં આપવામાં આવ્યું હતું. ટી-15માં 1000 એચપીનું ડીઝલ એન્જીન લાગેલું છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત સાથેના તણાવને જોતા ચીને આ ટેન્ક બનાવી છે અને સમાન્ય 50 ટનના ટેન્કના મુકાબલે તેનું વજન માત્ર 30 ટન જ છે.

QN-506 Vs BMPT-72 ટર્મિનેટર ટેન્ક
રશિયાને પોતાના આ ટેન્ક પર ખૂબ જ ગર્વ છે. 1970માં ટી-72 જેવી હેવી આર્મ્ડ ચેસિસ પર બનેલી આ ટેન્કમાં 32 એમએમની તોપ લાગેલી છે, ચાર લેજર ગાઈડેડ અટાકા-ટી એન્ટી ટેન્ક મિસાઈલ્સ અને મશીન ગન લાગેલી છે. તેની 32 એમએમની તોપ દુશ્મનના જહાજને લગભગ ચાર કિમિ પહેલા જ તોડી પાડવા માટે સક્ષમ છે. તો જ ચીને કોઈ પણ રીતે જુગાડ કરીને રશિયાના આ ટેન્કની કોપી મેળવી લીધી છે અને QN-506 તૈયાર કરી લીધી. જેને હાલમાં ચીનના ડિફેન્સ ટ્રેડ શોમાં રજૂ કરવામાં આવી હતી. જો કે ચીનની આ ટેન્ક એમ 1 અબ્રામ્સ ટી-80ની જેમ મુખ્ય જંગી ટેન્ક નથી, તેને કૉમ્બેટ સપોર્ટ વ્હીકલ્સની જેમ બનાવવામાં આવ્યું છે.

અમેરિકી બ્લેકહૉક VS હાર્બિન Z-20
અમેરિકાની તમામ પેટેન્ટ લેટેસ્ટ મિલિટ્રી ટેક્નોલોજીનું ક્લોન તૈયાર કર્યા બાદ ચીને અમેરિકાના પ્રસિદ્ધ સીકોરસ્કાઈ યૂએચ-60 બ્લેક હૉક હેલીકૉપ્ટરનું ક્લોન તૈયાર કર્યું છે. ચીની બ્લેક હૉક હેલીકૉપ્ટરનું નામ હાર્બિન Z-20 છે અને ચીનની સેનાને સોંપી દીધું છે. Z-20 ઓછા ઑક્સીજન વાળા વિસ્તારમાં પણ ઉડાન ભરી શકે છે અને તેમાં એક્ટિવ વાઈબ્રેશન કંટ્રોલ, ફ્લાઈ-બાઈ-વાયર, લો નૉયઝ રોટર ડિઝાઈન જેવા ફીચર પણ છે. એમાં એડવાન્સ ફ્લાઈ-બાઈ-વાયર ટેક્નૉલોજી પણ છે, કેટલાક જ દેશો પાસે છે. ચીનની સેના પાસે આ એક જ મલ્ટી રોલ કેપેબિલિટીવાળું ચૉપર છે. જણાવવામાં આવે છે કે 2011માં અમેરિકાના સ્પેશિયલ ફોર્સિસે જ્યારે અલ-કાયદા લીડર ઓસામા બીન લાદેનને મારવા માટે રેડ કરી હતી, ત્યારે તેમું એક સીકોરસ્કાઈ યૂએચ-60 બ્લેક હૉક હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયું હતું.

Chengdu J-10 Vs  U.S. F-16
1980ના દશકમાં અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને એક જંગી યુદ્ધવિમાન બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, પરંતુ નાણાકીય કારણે અમેરિકાએ આ પ્રોજેક્ટમાંથી પોતાના હાથ ખેંચી લીધો હતો. બાદમાં ઈઝરાયલે ‘લાવી’ ફાઈટરજેટની જાણકારી ચીનને વેચી દીધી. આ રીતે ચીનના હાથે અમેરિકી F-16ની જાણકારી હાથ લાગી ગઈ અને ચીને J-10 ફાઈટર જેટ તૈયાર કર્યું, જેને 2017માં ચીની સેનાને સોંપવામાં આવ્યું.

Shenyang J-15 Vs Sukhoi SU-33
ચીનની એક ખૂબી છે કે તે કાંઈ નક્કી કરી લે છે તો તેને યેન કેન પ્રકારે કરીને જ માને છે. રશિયા ચીનને SU-33ના ડિઝાઈન સીક્રેટ્સ આપવાનો ઈન્કાર કરી દીધો હતો, તો ચીને યૂક્રેન પાસેથી તેનું પ્રોટોટાઈપ ખરીદ્યું અને રિવર્સ એન્જીનિયરિંગની મદદથી કેરિયર બેસ્ડ J-15 તૈયાર કરી દીધું. ચીન પોતાનું આ ફાયટર જેટ સૌથી સારું હોવાનો દાવો કરે છે.

અમેરિકી F-22 Vs Chengdu J-20
અમેરિકાની એફ-16 યુદ્ધ વિમાન બનાવનારી કંપની લૉકહીડ માર્ટિને એફ-22એ રેપ્ટર ફાઈટર બનાવ્યું હતું, જેની ગણતરી દુનિયાના સૌથી અત્યાધુનિક યુદ્ધ જહાજોમાં થાય છે. જુલાઈ 2014ના અંતમાં ચીનની ચેંગદૂ એરક્રાફ્ટ કૉર્પોરેશન ચેંગદૂ જે-20 યુદ્ધ વિમાનનું સફળતાપૂર્વ પરીક્ષણ કર્યું હતું. આ જહાજનું ડિઝાઈનિંગ એફ-22 રેપ્ટર અને અમેરિકન નેવીમાં ઉપયોગમાં લેવાતા એફ-35 સ્ટાઈક ફાઈટર પ્લેન સાથે મળતી આવે છે. જેના વિશે કહેવામાં આવે છે કે 27 માર્ચ 1999માં યૂગોસ્લાવિયામાં નાટોની કાર્રવાઈ દરમિયાન એક એફ-22 તોડી પાડ્યું હતું. રિવર્સ એન્જીનિયરિંગમાં મહારત હાંસિક કરી ચુકેલા ચીન પાસે તેનો કાટમાળ પહોંચી ગયો હતો. જે-20એ જાન્યુઆરી 2011માં પહેલી વાર ઉડાન ભરી હતી.

X-47B ડ્રોન Vs ચીની સ્ટાર શેડો
ચીનની કંપની સ્ટાર યૂએવી સિસ્ટમે સ્ટાર શેડોના નામથી એક ડ્રોન વિકસાવ્યું છે, જે અમેરિકાના X-47Bની ક્લોન છે. ચીને પહેલા આ ડ્રોનના ફોટા અને ડિઝાઈન મેળવી અને બાદમાં ઈરાનમાં એક દુર્ઘટનાગ્રસ્ત ડ્રોનને ઝબ્બે કરી તેની ટેક્નોલોજી પણ બનાવી લીધી. ત્યાં જ અમેરિકામાં હાજર એક ચીની જાસૂસે આ ડ્રોનની સ્ટીલ્થ ટેક્નોલોજી અને દસ્તાવેજોને ચીનને વેચી દીધા. માનવામાં આવે છે આ ડ્રોનની બાકી બારીકીઓ ચીને સાઈબર અટેકના માધ્યમથી હાસિલ કરી છે.

સુખોઈ એસયૂ-27 Vs J-11B
જો કે અમેરિકાના ટ્રેડવૉરના કારણે ચીન અને રશિયા એકબીજાની નજીક આવી રહ્યા છે. જો કે તો પણ રશિયા પોતાની અનેક ટેક્નોલોજી ચીનને નથી આપી રહ્યું. હાલમાં જ ભારત અને ચીને રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે, પરંતુ રશિયાએ ભારત સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર પર સહી કરી છે, જ્યારે ચીન સાથે એવું નથી કર્યું. સોવિયેત સંઘના વિઘટન બાદ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલા રશિયાએ રશિયાની વાયુસેના ગૌરવના નામથી જાણીતા બે ડઝનથી વધારે સુખોઈ-27 યુદ્ધ વિમાન ચીનને વેચ્યા હતા. ચીને રશિયા સાથે મોલભાવ કરીને 200 વધુ જહાજ બનાવવાનું લાઈસન્સ મેળવી લીધું. પરંતુ 100 જહાજ બનાવ્યા બાદ 2004માં સમજૂતી તોડી દીધી. જે બાદ ચીને શેનયાંગ જે-11બીના નામે પોતાનું યુદ્ધ વિમાન બનાવ્યું, જે દેખાવામાં એસ-27 જેવું જ છે. ત્યાં જ ચીને એસયૂ-33ની તર્જ પર જે-15 ફ્લાઈંગ શાર્ક પણ બનાવ્યું છે.

અમેરિકન લેન્ડિંગ ક્રાફ્ટ એર કુશન
અમેરિકાની નૌસેના પરિવહન માટે લેન્ડિંગ એરક્રાફ્ટ એર કુશન પર ખૂબ જ નિર્ભર કરે છે. તેને અમેરિકાની નેવીનું હોવરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે. ત્યાં જ ચીને આ હોવરક્રાફ્ટની નકલ કરીને ટાઈપ 72એના નામથી પોતાનું હોવારક્રાફ્ટ તૈયાર કર્યું છે. આ હોવરક્રાફ્ટ ગોળીઓથી લઈને ટેન્ક સુધીના ટ્રાન્સપોર્ટ માટે વાપરવામાં આવે છે. ચીનની મીડિયાના અનુસાર આ હૉવરક્રાફ્ટ 60 ટન સુધીનું વજન ઉઠાવી શકે છે. ચીને આ હૉવરક્રાફ્ટનું પ્રોડક્શન પણ શરૂ કરી દીધઉું છે. તેને ચીનના શાંઘાઈમાં આવેલા એક શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે. જેની ખાસિયત એ છે કે તે જમીન અને પાણી બંને જગ્યાએ ચાલી શકે છે.

You cannot copy content of this page