Only Gujarat

Bollywood

મરીના કુંવરે રંગીન દુનિયામાં અગાઉ પણ અનેકના કપડાં ઉતારીને ખોલી નાંખી હતી પોલ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેલા નેપોટિઝમ અને ગ્રૂપને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. જ્યારે સિંગર સોનુ નિગમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોનુ નિગમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ફેલાયેલા માફિયા રાજ પર પણ ખુલીને વાત કરી હતી. તેણે આશંકા વ્યક્ત કરી કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ સુશાંતની જેમ આત્મહત્યાની ઘટના સામે આવી શકે છે.

આ ઉપરાંત સોનુ નિગમે પોતાના વીડિયોમાં ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને ધમકી આપી છે કે, જો ભૂષણ નહીં સુધરે તો તે મરીના કુંવરનો વીડિયો યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરી દેશે. સોનુનો આ વીડિયો વાઈરલ થવાની સાથે જ મરીના કુંવર ચર્ચામાં આવી હતી. અમે અહીં જણાવી રહ્યાં છીએ કે અંતે મરીના કુંવર છે કોણ.

મરીના કુંવર ટીવી એક્ટ્રેસ અને મોડલ છે. 3 વર્ષ અગાઉ મરીના તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ડેરા સચ્ચ સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમના કાળકામની પોલ ખોલી હતી. ઓગસ્ટ 2017માં ડેરા પ્રમુખ રામ રહીમને 2 સાધ્વીઓ સાથે બળાત્કાર મામલે કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી. જે પછી રામ રહીમને જેલ મોકલવામાં આવ્યા ત્યારે મરીના કુંવરે રામ રહીમની પોલ ખોલી હતી. મરીનાએ જણાવ્યું હતું કે, રામ રહીમે તેને ફિલ્મ અપાવવાના બહાને ગંદી નિયતે સ્પર્શ કર્યો હતો અને ગુફામાં લઈ ગયા હતા.

મરીના કુંવરનું નામ ટીવી એક્ટર મયૂર વર્મા સાથે જોડાયું. જોકે 2016માં બંનેનું બ્રેકઅપ થયું. મરીના મયૂરને પોતાનો સારો મિત્ર ગણાવે છે અને તેમના શોઝ પણ જોતી રહે છે. આ ઉપરાંત મયૂરની પ્રશંસા પણ કરે છે. મરીના કુંવર અને તેના બૉયફ્રેન્ડ મયૂર વર્માને બિગ બોસની નવમી સિઝન માટે ઓફર આપવામાં આવી હતી. મરીના શોમાં એક ટાસ્ક દરમિયાન પ્રિન્સ નરુલા અને ઋુષભ સિન્હા સાથે પણ જોવા મળી હતી.

મરીના 2018માં ત્યારે ચર્ચમાં આવી હતી જ્યારે તેણે ડિરેક્ટર સાજીદ ખાન અને ભૂષણ કુમાર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. #MeToo કેમ્પેન હેઠળ મરીનાએ એક ઈન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે ભૂષણ કુમારે વીડિયોમાં કામ આપવાના પ્રયાસમાં તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેની સાથે ગંદી હરકત કરવાનો પ્રયાસ કર્યો. વર્કફ્રન્ટની વાત કરીએ તો મરીનાએ સીઆઈડી, શપથ, આહટ અને જગ્ગુ દાદા જેવા ટીવી શોઝમાં કામ કર્યું છે. મૉડલિંગ કરી ચૂકેલી મરીના બોલ્ડ ફોટોશૂટ માટે પણ જાણીતી છે. 2017માં એવા અહેવાલ આવ્યા હતા કે, તે અક્ષય કુમાર સાથે મિલિયન ડૉલર બેબીની હિન્દી રીમેકમાં જોવા મળશે, પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધ્યો નહોતો.

સોનુ નિગમે આપી આ ધમકી
સોનુએ ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને ધમકી આપી હતી કે, ‘ભૂષણ કુમાર, હવે મારે તારું નામ લેવું જ પડશે અને તુ એને જ લાયક છે. તે ખોટા માણસ સાથે પંગો લીધો છે. તું એક સમયે મારી સામે કરગરતો કે ભાઈ મારું આલબમ ‘દીવાના’ કરી આપ, સહારા શ્રી, સ્મિતા ઠાકર અને બાળ ઠાકરે સાથે મુલાકાત કરાવી આપ. અબુ સાલેમથી બચાવી લે. હું તને કહી દઉં કે મારી સાથે પંગો ના લઈશ. મરીના કુંવર યાદ છે? તે કેમ બોલી અને કેમ બેકઆઉટ થઈ? એ મને નથી ખબર, પરંતુ મીડિયા જાણે છે. તેનો વીડિયો મારી પાસે છે. હવે મારી સાથે પંગો લઈશ તો તેનો વીડિયો યુટ્યૂબ પર મારી ચેનલમાં અપલોડ કરી દઈશ અને બહુ ધૂમધામ સાથે નાંખીશ. ’ સોનુએ અગાઉના વીડિયોમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં 2 કંપનીઓના દબદબાની વાત કરી હતી ત્યારે તેણે કોઈનું નામ નહોતું લીધુ.

 

You cannot copy content of this page