Only Gujarat

Bollywood TOP STORIES

લગ્નના બે દિવસ પહેલાં જ વરુણ ધવન તથા નતાશા દલાલનો પરિવાર પહોંચ્યો અલીબાગ

બૉલિવૂડ એક્ટર વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ લગ્ન કરશે. આ લગ્ન અલીબાગમાં થશે. લગ્ન માટે બંને સ્ટારના પરિવારના લોકો અલીબાગ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે વરુણ ધવને લગ્નના ત્રણ દિવસ પહેલાં સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ અંગે મેડોક ફિલ્મ્સની ઓફિસમાં જતો હતો.

આ ફોટોમાં વરુણ ધવનની ભાવી પત્ની નતાશા દલાલ ફોટોગ્રાફરને થેન્ક યુ કહી રહી છે.

વરુણ ધવનના પિતા જ્યારે હોટેલની અંદર જઈ રહ્યાં હતાં તે દરમિયાન તેમણે મીડિયા અને ફોટોગ્રાફરોને થેન્ક્સ કહ્યું હતું.

નતાશા અને વરુણ ઘણાં સમયથી એક બીજાને ડેટ કરી રહ્યાં હતાં. વર્ષ 2020માં બંનેના લગ્નની ચર્ચા થતી હતી.

બંને સ્ટારના પરિવારના લોકો આજે અલિબાગ પહોંચ્યા છે. આ ઉપરાંત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આજે સાંજેથી જ લગ્નની સેરેમની શરૂ થઈ જશે.

લગ્નમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટ પહેલાંથી જ તૈયાર થઈ ગયું છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, લગભગ 200 લોકો જ લગ્નમાં સામેલ થશે.

24 જાન્યુઆરીએ જે રિસૉર્ટમાં વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન થવાના છે તેનું નામ ‘ધી મેન્શન હાઉસ’ છે. જે એક એકરમાં ફેલાયેલું છે.

આ રિસોર્ટ ખૂબ જ લક્ઝૂરિયસ છે. જેમાં માત્ર 25 રૂમ જ છે. આ રિસોર્ટમાં એક સ્વિમિંગ પૂલ, કોઈપણ ફંક્શન માટે મોટો હૉલ, પૂલ સાઇડ એરિયા, ગાર્ડન એરિયા સહિતની તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વરુણ ધવન આજેે સાંજ સુધી અલિબાગ પહોંચી જશે.

બોલિવૂડ એક્ટ્રસ વરુણ ધવનની ભાવિ પત્ની નતાશા દલાલ હાલમાં જ તેમના ઘરની બહાર સ્પૉટ થઈ હતી.

આ ફોટોમાં જોઈ શકાય છે કે, નતાશાના ચહેરા પર લગ્નનો ગ્લો અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ દરમિયાન નતાશાના મમ્મી-પપ્પા પણ પોતાના ઘરની બહાર જોવા મળ્યાં હતાં.

કહેવામાં આવે છે કે પરિવાર લગ્નની રસમ માટે અલિબાગ પહોંચી ગયો છે.

આ ફોટોમાં નતાશાના મમ્મીને સ્પષ્ટ જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન અને તેમના બાળપણની ફ્રેન્ડ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરતાં હતાં. બંનેના ફેન્સ તેમના લગ્ન અંગે ખૂબ જ એક્સાઇટેડ છે.

You cannot copy content of this page