Only Gujarat

FEATURED International

છ વર્ષની ફૂલ જેવી બાળકી પર સગો બાપ જ રમત-રમતમાં કરતો હતો બળાત્કાર!

સિડનીઃ દુનિયામાં અનેક પ્રકારના ગુનાના મામલા સામે આવે છે. કેટલાક ગુનાઓને તો ઘરની અંદર જ અંજામ આપવામાં આવે છે. ઑસ્ટ્રેલિયાના કૉલ્ટ ઈન્સેસ્ટ પરિવારને પણ તેના ગુનાઓના કારણે બદનામી સહન કરવી પડી રહી છે. આ પરિવાર 40 સભ્યોનો હતો. અને એનએસડબલ્યૂમાં રહેતો હતો. નાના-નાના રૂમ ધરાવતા ટેંટ જેવા આ ઘરમાં અપરાધની જે દાસ્તાન લખવામાં આવી, તે ખૌફનાક હતી. પરિવારની 6 વર્ષની બાળકી સાથે વર્ષો સુધી તેનો પિતા રેપ કરતો રહ્યો. બાળકીને તો ખબર નહોતી કે તેના પિતા તેની સાથે શું કરી રહ્યા છે. જ્યારે સરકારે આ પરિવારને રસ્તા પરથી હટાવવાનો નિર્ણય કર્યો તો ઘરની સ્થિતિ જઈને તમામનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, જેમાં ખુલાસો થયો હતો બાળકી સાથે રેપ કરવામાં આવ્યો છે. પછી પરિવારના ગુનાઓ એક પછી એક સામે આવ્યા.

આ પરિવાર 2012માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેના ઘરની તસવીરો સામે આવી હતી. અહીં 40 લોકો એક નાના ટેન્ટમાં રહેતા હતા. ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આ ઘરમાં બાથરુમ પણ નહોતું, લોકો નહાતા પણ નહોતા અને તમામની હાલત ખૂબ જ ખરાબ હતી. આખું ઘર ધૂળ અને ગંદકીથી ભરેલું હતું.

આ દરમિયાન પરિવારની સૌથી નાની સભ્ય 6 વર્ષની નાદિયા કૉલ્ટની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તે શારીરિક શોષણનો શિકાર છે. તેને તો ખબર પણ નહોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. બાળકીએ જણાવ્યું કે તેના પિતા તેની સાથે રમતા હતા. રમત રમતમાં એક લાકડી તેના શરીરમાં ઘુસાડતા હતા.

બાળકીએ નિવેદન આપ્યું કે તેનો પિતા, જેની ઓળખ ચાર્લી કૉલ્ટના રૂપમાં થઈ છે, તે પોતાની પત્ની સુઈ જતી તે બાદ દીકરીનો રેપ કરતો હતો. કારણ કે બાળકી બરાબર બોલી નહોતી શકતી એટલે અધિકારીઓને તેની વાત સમજતા સમય લાગ્યો. બાળકીએ જણાવ્યું કે તેના પિતા એક સ્ટિક તેની ફ્રૉકમાં નાખતા હતા, જે તેના શરીરની અંદર સુધી જતી હતી. હવે વર્ષોની તપાસ બાદ સિડની કોર્ટ આ મામલાની સુનાવણી કરીને નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે.

નાઝિયા જન્મ બાદ એ ટેન્ટમાંથી ક્યારેય બહાર નહોતી નિકળી. જેથી તેને કાંઈ પણ સમજમાં ન આવ્યું. જ્યારે પોલીસે તેને પકડી તો તેને બોલતા પણ નહોતું આવડતું. તે એટલી કમજોર હતી કે ચાલી પણ નહોતી શકતી.

આ કેસની ઑસ્ટ્રેલિયામાં ખૂબ જ ચર્ચા છે. કૉલ્ટ પરિવારને અહીંના સૌથી બદનામ પરિવારોમાંથી એક માનવામાં આવે છે. જો કે, બાળકીના નિવેદન પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે તેણે રેપની વાત નથી કરી. તેણે કહ્યું કે પિતા એક લાકડીથી તેની સાથે રમતો હતો. હવે તમામ તપાસ બાદ સજા સંભળાવવામાં આવશે.

You cannot copy content of this page