મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ અપ્રાકૃતિક શારીરીક સંબંધ બનાવવા અને ત્રણ તલાક આપવાનો કેસ દાખલ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે પતિ તેનું યૌન શોષણ કરે છે. આ કેસ મુંબઇના અંધેરી વિસ્તારનો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાના આરોપી સાથે 2018માં લગ્ન થયા હતા. આ પહેલા આરોપીના બે લગ્ન થઇ ચૂક્યા હતા. પરંતુ બંને પત્નીઓએ તેને તલાક આપી દીધા હતા. મહિલાનો આરોપ છે કે લગ્ન બાદથી પતિ તેનું શારીરીક શોષણ કરી રહ્યો છે. એ મહિલાને પોર્ન વીડિયો જોવા માટે મજબૂર કરતો હતો. ત્યારબાદ તેને પણ જબરજસ્તીથી એવી જ રીતે કરવાનું દબાણ કરતો.
મહિલાએ જણાવ્યું કે તેનો પતિ લગ્ન બાદથી જ તેને દરરોજ ફળોનું જ્યુસ આપતો હતો. આ જ્યુશમાં નશીલો પદાર્થ ભેળવી દેતો જેથી તે બેહોશ થઇ જાય. ત્યારબાદ પતિ તેની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવતો હતો. મહિલાએ જણાવ્યું કે એક દિવસ તેના પતિએ તમામ હદ પાર કરી દીધી. તેણીના પ્રાઇવેટ પાર્ટ્સમાં એલ્યુમિનિયમનો રોડ નાખવાનો પ્રયાસ કર્યો. જેના કારણે મહિલાને ડોક્ટર પાસે જવું પડ્યું હતું.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેની સાથે ગાળાગાળી પણ કરતો હતો. તે તેને ટોર્ચર પણ કરતો હતો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.