Only Gujarat

International

ધાબા પર પડેલી એક વસ્તુએ રાતોરાત બનાવ્યો’તો’ કરોડપતિ પરંતુ હવે રડી રડીને કહે છે આ વાત

ઈન્ડોનેશિયામાં, એક શબપેટી બનાવતો માણસ એક રાતમાં જ હેડલાઈન્સ બની ગયો હતો. જ્યારે તેની ઘરની છત પર એક ખૂબ જ દુર્લભ ઉલ્કાપિંડ તેના ઘરની છત પર પડ્યો હતો. આ પછી એવા અહેવાલો પણ આવ્યા હતા કે, આ વ્યક્તિએ ઉલ્કાના સહારે કરોડોની કમાણી કરી છે, પરંતુ હવે આ 33 વર્ષીય વ્યક્તિએ દાવો કર્યો છે કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

હકીકતમાં, જ્યારે 33 વર્ષીય જોસુઆ જ્યારે એક દિવસ તેના ઘરે કામ કરી રહ્યો હતો, ત્યારે ઉલ્કાપિંડ પડવાને કારણે તેનાં ઘરની છત પર કાણું પડી ગયુ હતુ,ઉલ્કાપિંડનું વજન 2 કિલોથી વધારે હતુ અને જ્યારે તેઓ છતમાં છેદ કરતો પડ્યો તો 15 સેંટીમીટર સુધી જમીનમાં ઘુસી ગયો.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તે 4.5 અબજ વર્ષ જૂનો છે અને તે ખૂબ જ દુર્લભ સીએમ 1/2 કાર્બનએશિયસ કોન્ડ્રાઇટ ઉલ્કાપિંડ જણાવવામાં આવ્યો છે. તેની કિંમત પ્રતિ ગ્રામ 853 ડોલર હોવાનો અંદાજ છે, જેનો અર્થ છે કે, આ ઉલ્કાપિંડની કુલ કિંમત લગભગ 14 કરોડ રૂપિયા હતી. જોકે જોશુઆ કહે છે કે તે કરોડપતિ બન્યો નથી અને વિદેશી મીડિયામાં તેના કરોડપતિ બનવાના સમાચાર ખોટા છે અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

જોશુઆએ કહ્યું કે આ દુર્લભ ઉલ્કા માટે તેને ફક્ત 10 લાખ રૂપિયા મળ્યા છે અને જોશુઆ કહે છે કે તેણે તેના તમામ પૈસા પરિવારની મદદ કરવા અને ચર્ચ બનાવવા માટે ખર્ચ કર્યા છે. જણાવી દઈએ કે, જોશુઆએ તેની ફેસબુક પોસ્ટ પર આ ઉલ્કા વિશે જણાવ્યું હતું.

ન્યુ યોર્ક પોસ્ટના જણાવ્યા મુજબ, આ ઉલ્કાના કેટલાક ભાગ કોલાંગમાં એક ધાનનાં ખેતરમાં પણ પડ્યા છે. અહેવાલો અનુસાર, આ ઉલ્કાનું અઢી કિલો વજન હતું, જેમાંથી મોટાભાગનું જોશુઆના ઘરની છત પર પડ્યું હતું.

You cannot copy content of this page