Only Gujarat

Bollywood FEATURED

કેન્સરે લીધો સાઉથ સુપરસ્ટારનો જીવ, વજન ઘટી જવાને કારણે ઓળખી પણ શકાતા નહોતા

તમિલ એક્ટર અને કોમેડિયન થવાસીનું સોમવાર રાતે નિધન થઈ ગયું છે. તે 60 વર્ષના હતાં. તેમની મદુરૈની એક ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર ચાલી રહી હતી. સરવનન મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ પી સરવનન મુજબ, થવાસીનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રાતે આઠ વાગ્યે તેમનું નિધન થયું હતું.

ડૉ પી સરવનને એક્ટરના પરિવાર દ્વારા ટ્વિટર પર પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, ‘કલાકાર થવાસીને અન્નનળીમાં કેન્સરને લીધે 11 નવેમ્બરે અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અમે અલગ રૂમમાં તેમની સારવાર કરી રહ્યાં હતાં. આજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કર્યા પછી હોસ્પિટલના ICUમાં તેમને લઈ જવામાં આવ્યાં હતાં. આજે રાતે 8 વાગ્યે તેમનું નિધન થઈ ગયું. હું તેમના પરિવાર, ફ્રેન્ડ અને પ્રસંશકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યો છું.’

સરવનને એમ પણ જણાવ્યું કે, હોસ્પિટલમાં તેમની સારવાર મફતમાં થઈ રહી હતી. ખરેખર થવાસીએ એક વીડિયોમાં સારવાર માટે મદદ માગી હતી. જે પછી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં કલાકાર તેમની મદદ માટે આગળ આવ્યાં હતાં.

વીડિયોમાં થવાસીને ઓળખી શકવા મુશ્કેલ છે. તે કેન્સરને લીધે ઘણાં પાતળાં થઈ ગયાં છે. વાઇરલ વીડિયોમાં થવાસીએ તેમના ફેન્સને મદદની અપીલ કરતાં કહ્યું હતું કે, ‘મારું સિનેમામાં 30 વર્ષથી વધારે કરિયર છે. મેં ફિલ્મ ‘કીઝહક્કુ ચીમાઇલે’થી ‘અન્નથા’(અત્યારે રિલીઝ થઈ નથી) સુધીમાં એક્ટિંગ કરી છે.’

થવાસીએ વધુમાં કહ્યું હતું કે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ક્યારેક આ રીતની બીમારીનો શિકાર થઈ જઈશ. હું કંઈ કરવા લાયક નથી. હું સરખી રીતે વાત કરવા લાયક પણ નથી. હું આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા મારા સાથી કલાકારો અને અન્ય રાજ્યોના લોકોને મારી મદદ કરવા વિનંતી કરું છું. કેમ કે તેનાથી સાજો થઈ જવ અને ફરી એક્ટિંગ કરી શકું.’

You cannot copy content of this page