Only Gujarat

Bollywood FEATURED

એકબીજાની ઝેરોક્ષ કોપી લાગે છે આ સ્ટાર્સ, ચહેરો એટલો સરખો કે આંખો પર નહીં થાય વિશ્વાસ!

મુંબઈઃ બોલિવૂડના ઘણાં સ્ટાર છે જેમના હમશકલ જોવા મળે છે. ઘણીવાર તેમના ચહેરાની તુલના કોઈ હોલિવૂડ સ્ટાર સાથે કરવામાં આવે છે તો ઘણીવાર કોઈ સામાન્ય વ્યક્તિ પણ તે સ્ટારની કોપી લાગે છે. તો અમે તમને જણાવીએ બોલિવૂડ કલાકારના હમશકલ વિશે જેને જોઈ તમે વિચારમાં પડી જશો.

દીયા મિર્ઝા અને એવલિન શર્મા
દીયા મિર્ઝાની સુંદરતાના દરેક લોકો દિવાના છે. બોલિવૂડમાં તેમણે ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મે’થી ડેબ્યુ કર્યું હતું. દીયાની હમશકલ એક્ટ્રસ એવલિન શર્મા છે. બંને એક્ટ્રસનો ચહેરો એકબીજાને ઘણો મળતો આવે છે. એવલિને ‘યે જવાની હૈ દિવાની’, ‘યારિયાં’, ‘હિન્દી મિડિયમ’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

ફવાદ ખાન અને ગૌતમ રોડે
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન ભારતમાં પણ લોકપ્રિય છે. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. ફવાદ ખાન અને ટીવી એક્ટર ગૌતમ રોડેના ફેશિયલ ફીચર્સ એક જેવા છે. બંને કોઈ ફિલ્મમાં સરળતાથી ભાઈનો રોલ પ્લે કરી શકે છે.

તમન્ના ભાટિયા અને વૃશિકા મહેતા
તમન્ના ભાટિયા બોલિવૂડ ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ સક્રિય છે. તમન્ના ભાટિયા અને ટીવી એક્ટ્રસ વૃશિકા મહેતા એકબીજા જેવી જ દેખાય છે. બંનેને એક સાથે જુઓ તો તેમને જુડવા જ કહેશો.

શર્મિલા ટૈગોર અને ડિંપી ગાંગુલી
દિગ્ગજ એક્ટ્રસ શર્મિલા ટૈગોર પોતાની એક્ટિંગ ઉપરાંત સુંદરતા માટે પણ ઓળખાય છે. શર્મિલા ટૈગોરની હમશકલ જો ટીવી એક્ટ્રસ ડિંપી ગાંગુલીને કહો તો કંઈ ખોટું નથી. બંને બંગાળી બ્યૂટી છે. શર્મિલા ટૈગોરની જેમ ડિંપી ગાંગુલીને પણ ડિમ્પલ પડે છે.

દીપિકા પાદુકોણ અને કરિશ્મા તન્ના
બોલિવૂડની ટોપ એક્ટ્રસ અત્યારે દીપિકા પાદુકોણ છે. દીપિકા પાદુકોણ અને એક્ટ્રસ કરિશ્મા તન્ના એકબીજાની કોપી લાગે છે. બંનેના ફેશિયલ ફીચર્સ અને બોડી ટાઇપ એક જેવા જ છે. એટલું જ નહીં દીપિકા અને કરિશ્માની હાઇટ પણ એક જેવી છે.

You cannot copy content of this page