Only Gujarat

Bollywood FEATURED

‘સિંઘમ’ને કારણે કરિશ્મા ને રવીના વચ્ચે થયો હતો ઝઘડો, જાહેરમાં એકબીજાના વાળ ખેંચીને કરી હતી મારામારી

મુંબઈઃ કોરોના કેસ ફરી વધી રહ્યાં છે. ત્યારે સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર પણ પોતાની જરૂરિયાત મુજબ ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સના થ્રોબેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. આ દરમિયાન કરિશ્મા કપૂર અને રવીના ટંડનનો એક કિસ્સો વાઇરલ થયો છે. આ કિસ્સો બંને વચ્ચે થયેલાં ઝઘડાનો છે. આ કિસ્સો ફરાહ ખાને કરણ જોહરના ચેટ શોમાં કહ્યો હતો.

બોલિવૂડમાં એવા સ્ટાર્સ છે, જેનાં ઝઘડાના સમાચાર ચર્ચામાં રહે છે. ભલે તે સલમાન-શાહરૂખ વચ્ચેનો ઝઘડો હોય કે કરીના અને પ્રિયંકા ચોપરા વચ્ચેનો મતભેદ. કોઈને કોઈ કારણને લીધે સ્ટાર્સ ચર્ચામાં રહે છે.

ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમણે સાથે કામ કર્યું અને તેમની ફિલ્મો સફળ પણ રહી, પણ તેમની વચ્ચેના સંબંધ કંઈ ખાસ રહ્યાં નહીં. એવી જ એક્ટ્રેસમાંથી એક કરિશ્મા અને રવીના વચ્ચેની કેટફાઇટ છે.

આમ તો અત્યારે બંને વચ્ચેની કેટફાઇટ વિશે દરેક લોકોને જાણ હતી, પણ તેમની વચ્ચે સંબંધ કેટલા ખરાબ રહ્યાં, તેનો ખુલાસો ફિલ્મ ડિરેક્ટર ફરાહ ખાને કર્યો હતો.

ફરાહે ચેટ શોમાં આતિશઃ ફીલ ધ ફાયર ફિલ્મના દિવસોને યાદ કરતાં કહ્યું કે, ‘હું કરીના અને રવીના સાથે ફિલ્મનું એક ગીત કરી રહી હતી. એટલામાં બંને વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો બંને એકબીજાને પોતપોતાની વીગથી મારવા લાગ્યા હતાં.’

તેમણે જણાવ્યું હતું કે, ‘બંને વચ્ચે કંઈક વાતચીત થઈ અને તે વાત મારઝૂડ સુધી પહોંચી ગઈ. બંને એક બીજાના વાળ ખેંચવા લાગ્યાં હતાં. તે નાના છોકરા જેવું હતું.’

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘અંદાજ અપના-અપના’માં પણ રવીના અને કરિશ્માએ સાથે કામ કર્યું હતું. કહેવામાં આવે છે કે, બંને આ દરમિયાન પણ એકબીજા સાથે વાત કરતાં નહોતાં. ફિલ્મના પ્રમોશન દરમિયાન બંનેએ સાથે ફોટો પણ પડાવ્યો નહોતો. શૂટિંગ દરમિયાન પણ બંને એકબીજાને વાત કરતાં નહોતાં.

એટલું જ નહીં એક રિપોર્ટ મુજબ બંને વચ્ચે ઝઘડાનું કારણ અજય દેવગનને માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ જ્યારે બંને એક્ટ્રસ અંદાજ અપના અપનાનું શૂટિંગ કરી રહી હતી ત્યારે અજય દેવગન સાથે પ્રેમ થઈ ગયો હતો. એવું પણ કહેવામાં આવે છે કે, અજયે રવીના માટે કરિશ્માને છોડી દીધી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.

આ ઝઘડો કંઈક એવો હતો કે, બંને એકવાર તો શાહરૂખ ખઆનની હોળી પાર્ટી દરમિયાન ફોટો માટે સાથે પોઝ આપવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે પછી રવીનાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘જો હું કરિશ્મા સાથે પોઝ આપું તો તે મને સુપરસ્ટાર બનાવી દેશે નહીં. તે મારી જિંદગીમાં તે રીતે નથી.’

એક રિપોર્ટ મુજબ, રવીનાએ વધુમાં કહ્યું હતું કે. ‘હું પ્રોફેશનલ છું, મને કોઈ ફેર પડતો નથી. હું જ્યારે જરૂર હશે તો ઝાડ સાથે પણ પોઝ આપીશ. હું અને કરિશ્મા બેસ્ટ ફ્રેન્ડ નથી. આ જ અજય સાથે છે. પ્રોફેશનલી હું અજય સાથે અને કરિશ્મા સાથે કામ કરવા માટે તૈયાર છું. જ્યાં કામનો સવાલ છે ત્યાં મને આ રીતે ઈગો પ્રોબ્લેમ થતો નથી.’

તો કરિશ્માને જ્યારે રવીના સાથેના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘ભલે અંદાજ અપના અપનામાં તેમનો સંબંધ બેસ્ટ ફ્રેન્ડનો બતાવ્યો છે, પણ રિઅલ જિંદગીમાં એવું બિલકુલ નથી.’

You cannot copy content of this page