Only Gujarat

FEATURED Religion

બુધનો વૃશ્ચિકમાં પ્રવેશ, કોરોનાકાળમાં કોની વધશે મુશ્કેલીઓ ને કોના ઘરમાં થશે પૈસાનો વરસાદ?

અમદાવાદઃ ગ્રહોમાં યુવરાજ કહેનાર ચંદ્ર પુત્ર બુધ 28 નવેમ્બરના રોજ સવારે સાત વાગે તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 17 ડિસેમ્બર, બપોરના 11 વાગીને 35 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ધન રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક મંગળની ગ્રહ રાશિ છે અને બુધને પોતાનો શત્રુ માને છે. આથી જ આ રાશિમાં બુધનું હોવું સરળ બનશે નહીં. આથી જ આ ગોચરના પરિણામો સમસ્ત દુનિયાએ ભોગવવા પડશે. મિથુન તથા કન્યા રાશિનો સ્વામી બુધ મીન રાશિમાં ઉતરતો છે અને કન્યા રાશિ તેની સ્વરાશિ તથા ઉચ્ચરાશિ છે. આ રાશિ પરિવર્તન 12 રાશિ પર વિવિધ પ્રભાવ પાડશે.

મેષઃ રાશિના આઠમા ભાવમાં બુધનું ગોચર તમારા સ્વાસ્થ્ય માટે વિપરીત બનશે. ચામડીના રોગ, એલર્જી, પેટ સંબંધિત વિકાર તથા દવાઓનું રિએક્શન આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર બનશો. કોઈને પણ વધુ માત્રામાં પૈસા ઉધાર ના આપવા. આળસ ના કરવી અને ભાઈઓ સાથેના મતભેદ વધવા દેવા નહીં.

વૃષભઃ રાશિના સાતમા ભાવમાં બધુનું ગોચર મિશ્ર ફળ આપશે. સાસરિયા તથા દાંપત્ય જીવનમાં કડવાશ આવશે પરંતુ વેપારની દૃષ્ટિએ સારું રહેશે. નવા કરાર પર સહી કરશો. લગ્ન જેવા માંગલિક કાર્યો થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે જોડાયેલા કામો ઝડપથી પતશે. મકાન તથા વાહન લઈ શકશો. કોઈ પણ પ્રકારની યોજના જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ગુપ્ત રાખો.

મિથુનઃ રાશિના છઠ્ઠા શત્રુ ભાવમાં રાશિ સ્વામી બુધ આવતા કોઈને કોઈ નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે. માનસિક અશાંતિ પણ રહે. કોર્ટના કામોનું સમાધાન કરવું. વિદેશી કંપનીમાં નોકરી અથવા વિદેશી નાગરિકતા માટે અરજી કરી હોય તો આ સમયગાળામાં સારા સમાચાર મળી શકે છે. ધર્મ કર્મમાં રસ વધશે અને દાન પુણ્ય કરશો. યાત્રા યોગ છે પરંતુ ના કરો તે તમારા હિતમાં છે. વધુ ખર્ચ ના કરો નહીંતર આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

કર્કઃ રાશિથી પંચમ ભાવમાં બુધનું ગોચર શિક્ષણ તથા સ્પર્ધામાં સફળતા અપાવશે. ભણવામાં આળસ ના કરો. વેપારીઓ માટે આવકના સ્ત્રોત વધશે. જોકે, પાર્ટનરશિપ કરવી નહીં. કોઈ પણ કરાર કરતા પહેલાં પૂરું વાંચીને પછી જ સહી કરવી. સંતાન સંબંધીત ચિંતા રહેશે નહીં. નવદંપતી માટે સંતાન યોગ.

સિંહઃ રાશિના ચતુર્થ ભાવમાં બુધનું ગોચર સામાન્ચ ફળ આપશે. જ્યોતિના મતે આ ભાવમાં બુધ ક્યાંક ને ક્યાંક તમને નબળો પાડશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. મિત્રો તથા સંબંધીઓ સાથેના સંબંધો બગડે નહીં. વિવાદથી દૂર રહેવું. યાત્રા સમયે સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખવું. જમીન સંપત્તિ સાથેની બાબતોનો ઉકેલ આવશે. પોતાની એનર્જી કામમાં લગાવશો તો સફળતા મળશે.

કન્યાઃ રાશિથી પરાક્રમ ભાવમાં બુધનું ગોચર તમને અતિ ઉત્સાહી તથા ઝડપી નિર્ણય લેતા બનાવશે પરંતુ પરિવારના મોટેરા તથા નાના ભાઈઓમાં મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. નારી શક્તિ માટે આ ગોચર વધુ ફળદાયી રહેશએ. આથી કોઈ પણ મોટું કાર્ય કરવા માગતા હોવ, કરાર પર સહી કરવી હોય અથવા સ્પર્ધામાં ભાગ લેવો હોય તો બુધનું ગોચર તમારા માટે વરદાનથી ઓછું નથી. વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરી હશે તો સફળ થશે.

તુલાઃ રાશિના ધનભાવમાં બુધનું ગોચર આર્થિક પક્ષ તો મજબૂત કરશે પરંતુ પરિવારમાં ઝઘડાનું કારણ પણ બનશે. આથી પોતાની જીદ તથા આવેશો પર કંટ્રોલ કરશો તો સફળતા મળશે. રોજગારની દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે. આયાત-નિકાસ તથા સપ્લાય સાથે જોડાયેલા વેપારી માટે અનુકૂળ સમય છે. જમીન તથા સંપત્તિના કેસનો ઉકેલ આવશે. વિદેશી મિત્રો તથા સંબંધીઓ પાસેથી મદદની આશા.

વૃશ્ચિકઃ પોતાની રાશિમાં ગોચર કરતાો બુધ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી વધારશે. એનર્જી તથા સાહસના દમે તમે મુશ્કેલ પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકશો. સરકારી વિભાગમાં નોકરી માટે અરજી કરવી હોય અથવા કરાર પર સહી કરવી હોય તો આ સારો સમય છે. આવકના સાધનો વધશે અને ઉધાર આપેલા નાણા પરત આવે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગડવા ના દો. પરિવારના મોટેરા તથા ભાઈઓનો પણ સહયોગ મળશે.

ધનઃ રાશિના 12મા હાનિ ભાવમાં બુધનું ગોચર વધુ પડતી દોડધામ તથા કષ્ટકારક યાત્રા કરાવી શકે છે. દાંપત્ય જીવનમાં કડવાશ આવશે. વિવાહ સંબંધિત વાતચીતમાં મોડું થશે. જોકે, આ મુશ્કેલી લાંબો સમય સુધી રહેશે નહીં. વધુ માત્રામાં કોઈને પૈસા ઉધાર આપવા નહીં. મિત્રો તથા સંબંધો પાસેથી અશુભ સમાચાર મળશે. ઝઘડા તથા વિવાદથી બચવું. કોર્ટ કેસનું સમાધાન લાવવું.

મકરઃ રાશિથી લાભ ભાવમાં બુધનું ગોચર આવકમાં વધારો કરશે પરંતુ મોટા ભાઈઓ સાથે મતભેદ થશે. પરિવાર અલગ થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધા તથા પરીક્ષામાં સફળતા મળશે. સંતાન સંબંધિત ચિંતા દૂર થશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ. જે લોકો તમને નીચા પાડવાનો પ્રયાસ કરતા હતા, તે જ લોકો તમારી મદદ માટે આવશે. વધુ ઉત્સાહમાં આવીને લેવાયેલો નિર્ણય નુકસાન અપાવશે.

કુંભઃ રાશિના દસમા ભાવમાં બુધનું ગોચર પદોન્નતિ કરાવશે. જોકે, ઉચ્ચ નેતૃત્વ સાથે સંબંધો ના બગડે. વેપારી વર્ગ સૌથી મોટું કામ શરૂ કરી શકે છે. સરકારી કામકાજ પૂર્ણ થશે. મકાન કે વાહન યોગ છે. વિદેશી કંપનીમાં નોકરી મળી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા રહેશે.

મીનઃ રાશિથી ભાગ્યભાવમાં બુધનુ ગોચર ભાગ્યોન્નતિનું કારણ બનશે અને ધર્મ કર્મમાં ભાગ લેશો. દાન તથા પુણ્ય કરશો. સામાજિક હોદ્દો વધશે. તમારા નિર્ણયની પ્રશંસા થશે. વિવાહ સંબંધીત વાતો સફળ થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવે. દૈનિક વેપારીઓ માટે આ સમય વરદાન રૂપ છે. પાર્ટનરશિપથી બચવું. વિદ્યાર્થીઓ માટે સારો સમય.

You cannot copy content of this page