Only Gujarat

Sports TOP STORIES

ક્રિકેટર બાદ હવે ધોની બન્યો ખેડૂત, વેચે છે શાકભાજી, ચપટી વગાડતા બઘું જ થઈ જાય છે સફાચટ

રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ બાદ પોતાનું પૂરું ધ્યાન ડેરી ફાર્મની સાથે સાથે ઓર્ગેનિક ખેતીમાં આપી રહ્યો છે. ધોની રાંચીના ધુર્વા સ્થિત સેમ્બોમાં 55 એકરમાં ફાર્મિંગ કરે છે. હાલમાં ધોનીના ફાર્મ હાઉસમાં સિઝનલ શાકભાજી ઉગાડવામાં આવે છે.

હાલમાં ધોનીના ફાર્મહાઉસ પર ટામેટા, ફ્લાવર, કોબીજ તથા બ્રોકલીની ખેતી થઈ રહી છે. ટામેટા પણ ઉગી ગયા છે અને રોજના 80 કિલો ટામેટા આવે છે. બજારમાં આ ટામેટાની ઘણી જ ડિમાન્ડ છે. કલાકોમાં જ ટામેટા વેચાઈ જાય છે.

ટામેટાનું ઉત્પાદન પૂરી રીતે ઓર્ગેનિક રીતે કરવામાં આવે છે. આગામી એક અઠવાડિયામાં ધોનીના ફાર્મ હાઉસમાં કોબીજ પણ ઉગી જશે. હાલમાં ધોનીના ફાર્મહાઉસના ટામેટા 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

તો ડેરી પ્રોડક્ટની વાત કરીએ તો રોજ 300 લીટર દૂધ મળી રહ્યું છે. દૂધ ડેરીમાં ભરાવવાને બદલે સીધું જ બજારમાં વેચાઈ રહ્યું છે. એક લીટર દૂધનો ભાવ 55 રૂપિયા છે. દૂધ પણ ગણતરીના કલાકોમાં ચપોચપ વેચાઈ જાય છે.

ધોનીના ડેરી ફાર્મની દેખરેખ ડૉક્ટર વિશ્વરંજન કરે છે. તેમણે કહ્યું હતું કે ધોનીએ ફાર્મહાઉસમાં ભારતીય જાતની સાહીવાલ તથા ફ્રાંસની ફ્રીજિયન ગાય રાખી છે. ધોનીના તબેલામાં હાલમાં 70 ગાય છે. આ તમામ ગાયો પંજાબમાંથી લાવવામાં આવી છે. ધોનીના ફાર્મહાઉસની સંભાળી શિવનંદર તથા તેની પત્ની સુમન યાદવ કરે છે. આ જ બંને શાકભાજીનો કારોબાર સંભાળે છે.

શિવનંદને કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે ધોનીના અકાઉન્ટમાં લાખો રૂપિયા નાખ્યા છે. ધોની પોતાના ફાર્મહાઉસમાં ઉગતી શાકભાજી તથા ડેરી ફાર્મથી ઘણો જ ખુશ છે.

શિવનંદને વધુમાં કહ્યું હતું ધોની જ્યારે પણ રાંચીમાં હોય છે ત્યારે તે અઠવાડિયામાં ત્રણ દિવસ ફાર્મહાઉસની મુલાકાત લે છે. જે રીતે ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગે છે, તેનાથી ધોની મોજમાં છે. શાકભાજી તથા દૂધ વેચીને જે પણ પૈસા મળે છે તે સીધા ધોનીના બેંક અકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. ધોની પોતાની 70 ગાયોની સાથે પણ થોડીક ક્ષણો વીતાવતો હોય છે.

You cannot copy content of this page