Only Gujarat

International TOP STORIES

બ્રિટિશ સરકારની કંપનીએ બનાવ્યું વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM કાર્ડ

અત્યાર સુધી આપણે ગોલ્ડના દાગીના જ જોયા છે. ગોલ્ડના બૂટ અને કપડાં વિશે પણ સાંભળ્યું છે પરંતુ ક્યારેય સોનાના એટીએમ કાર્ડ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે. બ્રિટીશ સરકારની સ્વામિત્વ વાળી કંપની ‘ધ રોયલ મિન્ટે’ વિશ્વનું પ્રથમ ગોલ્ડથી બનેલું એટીએમ કાર્ડ બનાવ્યું છે. જેની કિંમત લાખોમાં ગણવામાં આવે છે. આ કાર્ડને કંપનીએ ‘રેસિસ’ નામ આપ્યું છે.

આ સોનાના કાર્ડની ખાસ વાત એ છે કે, આ 18 કેરેટ સોનાનું બનેલું છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે એની કિંમત શું છે. આ એટીએમ કાર્ડ 18,750 યૂરો એટલે કે આશરે 14 લાખ 70 હજાર રૂપિયા છે. એની અનેક ખાસિયતોના કારણથી એને લક્ઝરી પેમેન્ટ કાર્ડ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

જાણો આ ગોલ્ડ કાર્ડની વિશેષતાઓ:

– આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ અને સહી છે. જે લોકોને એને ખરીદવા માટે વધારે આકર્ષિત કરે છે.
– સોનાના આ કાર્ડથી લેવડ-દેવડ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવશે નહીં.
– આ કાર્ડનો ગ્રાહક ઘણાં પ્રકારે ઉપયોગ કરી શકે છે.
– ગ્રાહકોને કોઈ ફોરેન એક્સચેન્જ ફી આપવી નહી પડે.
– સીમિત ગ્રાહકોને મળશે સોનાનું કાર્ડ.
– કંપની તરફથી હજુ કોઈ વાતની જાણકારી પ્રાપ્ત થઈ નથી કે, આ લક્ઝરી પેમેન્ટ કાર્ડ કેટલા લોકો માટે ઈશ્યુ કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page