Only Gujarat

International TOP STORIES

કિમ જોંગ ઉનની પત્નીને ઘરના લોકોને મળવાની પરવાનગી નથી, ચોંકાવનારું છે તેનું લગ્નજીવન

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન વર્લ્ડ મિડીયામાં ઘણીવાર ચર્ચામાં રહે છે. પરંતુ કિમની પત્ની વિશે લોકોને વધારે ખબર નથી. ઉત્તર કોરિયામાં ફર્સ્ટ લેડી તરીકે જાણીતી રી સોલ જૂ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પત્ની છે. રી સોલ જૂ ને અગાઉ ઉત્તર કોરિયન મીડિયામાં ‘હિઝ વાઇફ કામરેડ રી સોલ જૂ’ તરીકે સંબોધવામાં આવતી હતી, પરંતુ હવે ‘ફર્સ્ટ લેડી’ કહેવામાં આવે છે. કિમે વર્ષ 2010માં રી સોલ જૂ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. રી સોલ જૂએ સંગીતનો અભ્યાસ કર્યો છે. તે લગ્ન પહેલા ચીયર લીડર પણ રહી ચૂકી છે. રી સોલ જૂના પિતા શિક્ષક હતા અને માતા ડોક્ટર હતા. ઘણા લોકો રી સોલ જૂના જીવન વિશે વધારે લોકોને કંઈપણ ખબર નથી. તેમની લાઈફ ઘણી સિક્રેટ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રી સોલ જૂને કડક પગલાંનું પાલન કરવું પડે છે.

લગ્ન માટે કરાઈ મજબૂર:
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રી સોલ જૂ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતુ. 2008માં હાર્ટએટેક આવ્યા બાદ, ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઇલે તેમના પુત્ર કિમ જોંગ ઉનને રી સોલ જૂ સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો હતો.

લગ્ન બાદ મળ્યુ નવું નામ:
કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા પછી રી સોલ જૂ નામ તેમને આપવામાં આવ્યું. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે, તેને નવી ઓળખ સાથે જીવવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ઉત્તર કોરિયાના નવા નેતા સાથે લગ્ન કર્યા પછી તેનું જન્મ નામ અને અન્ય દસ્તાવેજો છુપાવી દેવામાં આવ્યા હતા.

પોતાના પરિવારને મળવાની મંજૂરી નથી:
રી સોલ જૂ ને તેના પરિવારના સભ્યો પાસે જવાની અને મળવાની મંજૂરી નથી. રિપોર્ટ અનુસાર, કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા બાદથી તે તેના પરિવારને મળી નથી.

મનપસંદ કપડાં પહેરવાની છૂટ નથી:
લગ્નના શરૂઆતના વર્ષોમાં રી સોલ જૂ વેસ્ટર્ન લુક સાથે જોવા મળી હતી, પરંતુ બાદમાં તે ફક્ત ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળી હતી. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છેકે, નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડીને મનપસંદ કપડા પહેરવાની અને મેક-અપ કરવાની પરવાનગી નથી.

પ્રેસ કોન્ફરન્સ અને પબ્લિક અપીયરન્સ નહીં:
રી સોલ જૂ ને પ્રેસ કોન્ફરન્સ યોજવા અને સાર્વજનિક રીતે લોકોની વચ્ચે જવાની મંજૂરી નથી. રાષ્ટ્રીય કાર્યક્રમો અને કેટલાક તહેવારો સિવાય, કોઈ પણ ઈવેન્ટમાં રી સોલ જૂ તેના પતિ સાથે જોવા મળતી નથી.

કોઈ ફોટોગ્રાફ નહીં:
કોઈ પણ કિમ જોંગ ઉનની પરવાનગી વિના રી સોલ જૂ ના ફોટા લઈ શકતા નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છેકે, તેના એજ ફોટા મળે છે, જેમાં તે પતિ કિમ જોંગની સાથે દેખાય છે.

ઉત્તર કોરિયા છોડવાની મંજૂરી નથી:
રી સોલ જૂની ચીનમાં શિક્ષા થઈ છે. તેમણે દક્ષિણ કોરિયાની પણ મુલાકાત લીધી છે. પરંતુ મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉન સાથે લગ્ન કર્યા બાદ તેણે ઉત્તર કોરિયાની બહાર ક્યારેય પગ મૂક્યો નથી.

સીક્રેટ અને જબરન ગર્ભધારણ:
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની, મધ્યયુગીન માનસિકતાને કારણે રી સોલ જૂ ને પોતાની પ્રેગ્નેન્સી વિશે કોઈ પણ જાણકારી આપવાની મનાઈ કરવામાં આવી હતી, જ્યાં સુધી તે એક પુત્રની માતા ન બની. તેની કદાચ જ કોઈ એવો ફોટો હશે જેમાં તે પ્રેગ્નેન્ટ દેખાતી હોય. બે પુત્રી બાદ આખરે તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page