Only Gujarat

National TOP STORIES

કાર અકસ્માતમાં સસરા-પુત્રવધુનું ઘટનાસ્થળે મોત, ભયાનક દુર્ઘટનામાં પણ થયો ચમત્કાર

ધારઃ મધ્યપ્રદેશમાં એક હ્યદય કંપાવતી ઘટના સામે આવી છે. અહીં એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સાસરા-પુત્રવધુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે કારમાં સવાર 10 મહિના અને 3 વર્ષની બે બાળકીને જરાય ઇજા પહોંચી નહીં.

આ ભયાનક દુર્ઘટના ધાર જિલ્લાના ધામનોદમાં મંગળવારે અડધી રાતે બની છે. અહીં એક પરિવાર કારમાં સવાર થઇને ખંડવાથી ઇંદોર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કાર ઓવરટેક કરતા સમયે સામેથી આવી રહેલા ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ.

ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું. જ્યારે તેમાં બેઠેલા લોકોના શરીરમાંથી લોહીની નદીઓ વહેતી થઇ ગઇ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારમાં સવાર લોકોની ઓળખ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નત્થુ સિંહ માવડા પોતાના 30 વર્ષિય પુત્ર મનોજ માવડા, પુત્રવધુ જ્યોતિ, બે બાળકો આદી અને બાબુની સાથે કારમાં બેસીને ઇન્દોર પરત ફરી રહ્યાં હતા. તેમની સાથે કારમાં બે ઓલખીતા વ્યક્તિ શ્યામ ડાલકે અને ત્રિલોક પણ સવાર હતા. તેઓ કોઇ કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતાના ગામ ગયા હતા.

ઇન્દોર પરત ફરતી વખતે મોડી રાતે અંદાજે 12 વાગ્યે તેમની કાર એક વાહનને ઓવરટેક કરતી વખતે સામે જઇ રહેલા ટ્રકમાં પાછળથી ઘૂસી ગઇ. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયું હતું. ઘટનાસ્થળે આસપાસ હાજર યુવકોએ ઘાયલોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી ધામનોદ હોસ્પિટલ ખસેડ્યા હતા.

ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ઇન્દોર રેફર કર્યા હતા. અહીં સારવાર દરમિયાન નત્થુ અને પુત્રવધુ જ્યોતિનું મૃત્યુ થઇ ગયું. પુત્ર મનોજની હાલત ગંભીર છે જ્યારે બંને સંબંધીઓને નાની-મોટી ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં આશ્ચર્યની વાત તો એવી છે કે બંને બાળકોને કોઇ ઇજા પહોંચી નહીં અને બંને સુરક્ષિત છે.

You cannot copy content of this page