Only Gujarat

National

માત્ર 14 વર્ષની માસૂમ હિંદુ કિશોરી પર મુસ્લિમ યુવકે અસહ્ય ત્રાસ વર્તાવ્યો, દિવસમાં અનેકવાર કરતો રેપ

બેતિયામાં 14 વર્ષની યુવતી સાથે લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અફરોઝ અન્સારીએ એક બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને તેના મિત્રોની મદદથી દિલ્હી લઈ ગયો. તેણે 8 દિવસ સુધી આ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ જણાવ્યું કે, આરોપી તેને દિલ્હીના એક રૂમમાં રાખતો હતો અને જ્યારે પણ તે બહારથી આવતો ત્યારે તેના પર બળાત્કાર ગુજારતો હતો.

બજરંગ દળના નેતાઓએ જ્યારે દિલ્હીમાં યુવક પર દબાણ કર્યું ત્યારે તે યુવતીને ઓટોમાં મૂકીને ફરાર થઈ ગયો. બજરંગ દળના નેતાઓએ આ કેસમાં લવ જેહાદનો આક્ષેપ પણ લગાવ્યો છે. જોકે, પોલીસ આ આક્ષેપને નકારી રહી છે. યુવતીના પિતાએ પણ પોતાની ફરિયાદમાં લવ જેહાદનો ઉલ્લેખ કર્યો છે.

પિતાએ અપહરણનો કેસ કર્યો હતો
બાળકીના પિતાએ 7 મેના રોજ અપહરણનો કેસ પણ દાખલ કર્યો હતો. પિતાએ કહ્યું કે, અફરોઝ અન્સારીએ તેમની પુત્રીને મોબાઇલ ફોન લઈ આપ્યો હતો અને તેના માધ્યમથી તેતેની સાથે વાત કરતો હતો. આ મોબાઈલ પરિવારના હાથ લાગતાં તેમણે દીકરીને સમજાવી હતી. જે પછી તેણે બોલવાનું જ બંધ કરી દીધું હતું

છોકરીએ જણાવી આપવીતી
યુવતીએ જણાવ્યું કે, 3 મેના રોજ તે ઘરેથી મીઠું લેવા માટે નીકળી હતી. રસ્તામાં અફરોઝ અન્સારી, રમાકાંત અને સુનીલની મુલાકાત થઈ હતી. તેમણે મને કંઈક સુંઘાડીને બેભાન કરી દીધી અને મને કારમાં ક્યાંક લઈ ગયા. ત્યારબાદ મને ઘણા દિવસો સુધી બંધ રૂમમાં રાખી હતી. અફરોઝ અંસારી દરરોજ મારા પર બળાત્કાર ગુજારતો હતો. બાદમાં દબાણ વધતાં તેમણે ઓટોમાં બેસીને બજરંગ દળના કાર્યકર્તાઓને મોકલ્યા હતા. ત્યાંથી આજે સાંજે તે પોતાના ભાઈ સાથે બેતિયા પહોંચી હતી.

મુફસિલના SHO ઉગ્રનાથ ઝાએ જણાવ્યું હતું કે, યુવતીના અપહરણ બદલ FIR નોંધવામાં આવી છે. યુવતીનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવશે. કોર્ટમાં નોંધાયેલા નિવેદનના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને FIRમાં બળાત્કારની કલમ ઉમેરવામાં આવશે.

You cannot copy content of this page