Only Gujarat

International

આ દેશમાં 10 લાખથી વધુ કોરોના દર્દીઓ, હજારોના મોત, તો પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે લોકો

ન્યુયોર્ક: અમેરિકામાં કોરોનાનો પ્રકોપ યથાવત છે અને આ વાઈરસ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં 25% મૃત્યુ અમેરિકામાં થયા છે. અમેરિકામાં સંક્રમણીત કેસ 9.6 લાખને પોર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 54 હજાર 265 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમ છતાં ત્યાના લોકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. તંત્રની તમામ અપીલ કરવા છતા અહીંના લોકો ન તો સામાજિક અંતરનું અનુસરણ કરી રહ્યા છે કે ન તો કોરોનાની ગંભીરતાથી લઈ રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવી જ તસવીરો સામે આવી છે, જોકે એ વાતનું સબૂત છે કે,અહીં કોરોનાના સૌથી વધુ કેસ સામે છે.

આ તસવીરો શનિવાર 25 એપ્રિલની છે કેલિફોર્નિયામાં ગરમી વધતાં લોકો સોશિયલ ડિસ્ટેસિંગનાં નિયમોને ભૂલીને બીચ તરફ દોડી ગયાં. લૉસ એન્જલ્સમાં ગર્મીનું પ્રમાણ વધતા વીકેન્ડમાં હજારો લોકો સનબાથ લેવા અને આરામ કરવા પહોંચ્યા હતા.

એટલું જ નહીં, અમેરિકાના કોરોના એપિકસેન્ટર ન્યૂયોર્કમાં જ્યાં રોજ હજારો લોકો મરી રહ્યા છે. ત્યાં લોકો કૉની આઇસલેન્ડ અને લોંગ બીચ પર પહોંચ્યા. લોકોમાં કોરોનાનો ડર જર પણ જોવા નથી મળતો.

અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં અત્યાર સુધીમાં 2.88 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 21 હજારથી વધુ લોકો મોત નિપજ્યા છે. આટલુ બધુ હોવા છતાં અહીંના લોકો ઘરોમાં રહેવા તૈયાર નથી. અહી લોકો ફિશિંગ કરતા જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે ફ્લોરિડામાં પણ ડેટોના અને કોકો બીર પર હજારો લોક પહોંચી રહ્યા છે.

બીજી તરફ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમો અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિને કડક આદેશો આપ્યા છે કે, કોરોના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોએ ઘરે જ રહેવું જોઈએ. કેલિફોર્નિયામાં ન્યુપોર્ટ બીચ 25 એપ્રિલ શનિવારે મોટી સંખ્યામાં પહોંચ્યો હતો. અહીંના લોકો પણ સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન નથી કરી રહ્યા.

કેલિફોર્નિયામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 42 હજારથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1695 લોકોનાં મોત નીપજ્યાં છે. ભયાનક આંકડા સામે આવતા હોવા છતા અહીંના લોકો નિયમો અને સરકારના આદેશનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યાં છે.

અહીં બીચ પર લોકો લોકડાઉન લાગુ હોવા છતા આવી રીતે નજર આવ્યા. કેલિફોર્નિયાના હન્ટિંગ્ટન બીચ પર લોકો તેમના ગ્રુપમાં આવી મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા, જ્યારે પોલીસે ફક્ત તમાશો જોયો હતો.

કોરોના વાઈરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, લોકોને ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ અહીં કોઈ આ તરફ ધ્યાન આપી રહ્યું નથી. લાઇફ ગાર્ડ સદસ્ય માસ્ક પહેરીને બીચ પર નજર રાખતો જોવા મળ્યો હતો.

કડક લૉકડાઉન નિયમો હોવા છતાં, લોકો આ રીતે સનશાઇન લેતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, લોકો પોતાના પરિવારોનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. અહીંના લોકો તેમના પરિવાર સાથે બીચ પર પહોંચી રહ્યા છે.

ન્યૂયોર્કથી કેલિફોર્નિયા સુધીના લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન ન કરતા બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા. લોકો બીચ પર ગરમ હવાની મજા માણતા જોવા મળ્યા હતા.

You cannot copy content of this page