Only Gujarat

International

ચીતરી ચડી જાય એવું કરે છે આ ચીનાઓ, કુંવારા છોકરાઓનો પેશાબ ભેગો કરીને કરે છે આ કામ

બેઇજિંગઃ ચીનમાં કહેવાત છે કે ટેબલ-ખુરશીને છોડીને દરેક ચાર પગવાળી વસ્તુ ખાવામાં આવે છે. જોકે, આજે જે ડિશ અંગે વાત કરવાની છે તેની રેસિપી જાણીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો. આ ડિશનું નામ વર્જિન એગ છે. આ ડિશને બનાવવા માટે કુંવારા છોકરાઓના યુરિનનો ઉપયોગ કરવામાં આવે છે.

વસંતમાં વર્જિન એગ ખાય છેઃ વર્જિન એગ નામની આ ડિશ ચીનના જેજિયાંગ રાજ્યમાં ઘણી જ લોકપ્રિય છે. વસંતની સિઝન શરૂ થતાં જ ત્યાંના લોકોમાં આ ડિશની ડિમાન્ડ શરૂ થઈ જાય છે.

એગ્સને યુરિનમાં ડૂબાડીને રાખે છેઃ આ ડિશની ખાસ વાત એ છે કે બનાવવા માટે કુંવારા છોકરાઓના યુરિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાંભળવામાં ચિતરી ચડે એવું છે, પરંતુ આ સાચી વાત છે. એગ્સને યુરિનમાં ડૂબાડીને રાખવામાં આવે છે અને આથી જ એગ્સને વર્જિન કહેવામાં આવે છે.

કેવી રીતે બને છે વર્જિન એગ્સઃ ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, વર્જિન એગ્સ તૈયાર કરવા માટે સૌ પહેલાં એગ્સને કુંવારા છોકરાઓના યુરિનમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ એગ્સને છોલીને ફરીથી ઉકળતા યુરિનમાં ગરમ કરવામાં આવે છે. આ રીતે કરવાથી એગ્સમાં યુરિનની ફ્લેવર આવી શકે છે.

સ્કૂલમાં ડોલ મૂકવામાં આવે છેઃ આ ડિશ બનાવવા માટે ઘણાં સમય પહેલેથી તૈયારી કરવી પડે છે, કારણ કે આ ડિશ બનાવવામાં યુરિનની માત્રા વધુ પ્રમાણમાં જોઈએ છે. આથી જ યુરિન ભેગું કરવા માટે સ્કૂલમાં ડોલ મૂકવામાં આવે છે અને બાળકો તેમાં જ યુરિન કરે છે. પછી આ યુરિનને મોટા વાસણોમાં ઠલવવામાં આવે છે અને ધીમી આંચ પર એગ્સને આખો દિવસ ચઢાવવામાં આવે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનો દાવોઃ એગ્સ પૂરી રીતે યુરિનમાં ઉકળી જાય પછી આ એગ્સને તોડીને ખાવામાં આવે છે. ત્યાં લોકો ઘણી જ મોજથી આ ડિશ માણે છે. સ્થાનિકોનો દાવો છે કે આ ડિશ સ્વાસ્થ્ય માટે ઘણી જ ફાયદાકારક છે. આ ડિશને સ્થાનિક ભાષામાં તૌંગજી ડેન કહેવામાં આવે છે. કેટલાંક લોકો આ ડિશને બોય એગ નામથી પણ ઓળખે છે.

You cannot copy content of this page