Only Gujarat

International

જૂની ચમચીથી 6 કેદીઓએ જેલમાં બનાવી સુરંગ, ચકમો આપીને ભાગી ગયા, કોઈને કાનોકાન ના પડી ખબર

મોટાભાગે ફિલ્મમાં જોતા હોઈએ છીએ કે સુંરગ બનાવીને કેદીઓ જેલમાંથી ફરાર થઈ જાય છે. જોકે, ઇઝરાયલમાં ફિલ્મી ટ્રિકથી કેદીઓએ સિક્યોરિટીને ચકમો આપીને સુરંગ બનાવીને રાતોરાત ભાગી ગયા છે. આ કોઈ નાની-મોટી જેલ નથી. આ જેલની સિક્યોરિટી એકદમ ટાઇટ હોય છે.

ફિલ્મી ષડયંત્રઃ ઇઝરાયલની જે જેલમાંથી કેદીઓ પસાર થયા, તે જેલનું નામ ગિલબોઆ જેલ છે. અહીંયા મોટાભાગના કેદીઓ દેશ વિરોધી એક્ટિવિટી કરતાં હોય તેવા હોય છે. આથી જ આ જેલની સુરક્ષા વ્યવસ્થા સઘન હોય છે. આટલી સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ કેદીઓ ભાગી ગયા છે.

 

આ મુદ્દે ઇઝરાયના પોલીસ તંત્રની ટીકા થઈ રહી છે. જેલની સિક્યોરિટી અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે. આ ષડયંત્ર રચનારા છ કેદીઓએ ફિલ્મ ઢંગથી ષડયંત્ર રચ્યું છે.

 

ટોયલેટમાંથી સુરંગ બનાવીઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જેલમાં બંધ 6 કેદીઓઓ અનેક દિવસો સુધી જેલની અંદર સુરંગ બનાવી હતી અને કોઈને આ વાતની ખબર પણ પડી નહીં. કેદીઓએ ટોયલેટમાંથી સુરંગ બનાવી હતી. હાલમાં આ કેદીઓને પકડવા માટે ઉત્તર તથા પશ્ચિમ તટ પર શોધખોળ ચાલી રહી છે.

 

ચમચીથી સુરંગ બનાવીઃ ઇઝરાયલના પત્રકાર જોશ બ્રેનરે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે કેદીઓ કેવી રીતે પોતાની ઓરડીમાંથી ટોયલેટમાં સુરંગ બનાવી હતી.

 

કેદીઓએ બાથરૂમમાં સિંકની નીચે સુરંગ ખોદી હતી. સૌથી નવાઈની વાત એ છે કે કેદીઓએ ચમચીથી સુરંગ ખોદી હતી. કાટ ખાધેલી ચમચીઓથી અનેક દિવસો સુધી કેદીઓ સુરંગ બનાવતા હતા. તેઓ શિફ્ટમાં કામ કરતા હતા.

 

જેહાદ સંગઠન સાથે જોડાયેલા હતાઃ જેલમાંથી કેદીઓ ફરાર થયા બાદ 400 કેદીઓને અન્ય જેલમાં શિફ્ટ કરવાામાં આવ્યા છે. આ છ કેદીઓમાંથી પાંચ ઇસ્લામિક જેહાદ સંગઠન સાથે જોાયેલા છે, આમાંથી એક વ્યક્તિ સંગઠનના આર્મ્ડ ગ્રુપનો કમાન્ડર રહી ચૂક્યો છે.

હાલમાં ઇઝરાયલ પોલીસ આ કેદીઓને શોધી રહી છે. આશંકા છે કે ફરાર કેદીઓ આસપાસના વિસ્તારમાં જ છુપાયેલા છે.

You cannot copy content of this page