Only Gujarat

International

પત્ની નહીં પતિને છે 8 મહિનાનો ગર્ભ, પુરૂષનું ફૂલેલું પેટ જોઇ ઊડી ગયા સૌના હોશ

તમે અત્યાર સુધીમાં એમજ સાંભળ્યું હશે કે, લગ્ન બાદ પત્ની પ્રેગ્નન્ટ બને છે. પરંતુ પતિ પ્રેગ્નન્ટ થયો હોય એવું સાંભળ્યું છે ક્યારેય? તમને કદાચ એમ પણ લાગતું હોય કે, આમાં કોઇની મજાક હોઇ શકે છે. પરંતુ આ સમાચાર આવ્યા છે કોલંબિયાથી, જ્યાં પતિના પેટમાં છે આઠ મહિનાનો ગર્ભ. કોલંબિયાના એક ટ્રાન્સજેન્ડર મૉડલ ઈર્સ્ટવેન લૈંડ્ર્યૂએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તેનો પતિ ડેના સુલ્તાના 8 મહિનાનો પ્રેગ્નન્ટ છે.

ડેના સુલ્તાનાએ એક પુરૂષ રૂપમાં જન્મ લીધો હતો, પરંતુ પછીથી તેનામાં મહિલાઓનાં લક્ષણો દેખાયાં. તપાસ બાદ ડૉક્ટરે તેને મહિલા કહી. ત્યારબાદ તેણે એક ટ્રાન્સજેન્ડર મૉડલ સાથે લગ્ન કર્યાં. થોડા જ સમય બાદ તે પ્રેગ્નન્ટ થઈ ગયો અને હવે આવતા મહિને તે એક દીકરાને જન્મ આપશે.

ઈર્સ્ટવેન લૈંડ્ય્રૂ એક ટ્રાન્સજેન્ડર મૉડલ છે. તેણે એક છોકરીના રૂપમાં જન્મ લીધો હતો. પછી એક પુરૂષ રૂપે તેને પ્રમાણિત કરવામાં આવી. તેણે તેના પતિ વૈલોને કિસ કરતો ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે, લવ ઈઝ લવ. આ કપલે લોકલ મીડિયાને માહિતી આપતાં કહ્યું છે કે, બાળક એકદમ સ્વસ્થ છે અને સંપૂર્ણરીતે નેચરલ પ્રક્રિયાથી ગર્ભ રહ્યો છે. થોડા દિવસો પહેલાં આ કપલ હોસ્પિટલ ગયું હતું, જ્યારે પતિને લેબર પેન થયો હતો.

ઈર્સ્ટવેને લોકલ મીડિયાને જણાવ્યું કે, ગત દિવસોમાં તેમને લાગ્યું કે, પ્રીમેચ્યોર લેબર પેન થશે. ત્યારબાદ કપલ હોસ્પિટલ દોડી ગયું. કપલના પરિવારજનોએ બાળકના સ્વાગતની તૈયારીઓ પણ કરી લીધી છે. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરે કહ્યું કે, બાળક ખૂબજ મોટું અને સ્વસ્થ છે. આવતા મહિને જ ડિલીવરી થઈ સકશે. ત્યારબાદ તેઓ ઘરે પાછાં ફર્યાં.

સોશિયલ મીડિયામાં બંનેનું ઘણું સારું ફેન ફોલોઇંગ છે. પત્ની ઈર્સ્ટવેન ટ્રાન્સજેન્ડર મોડેલિંગ કરે છે. તેનો પતિ પણ બહું ફેમસ છે. ઈર્સ્ટવેનના ઈંસ્ટાગ્રામ પર બે લાખ કરતાં વધારે ફોલોઅર્સ છે. આ ફોટોઝ બાદ લોકોએ તેમને શુભકામનાઓ પણ આપી છે. કપલ જ્યારે બહાર નીકળે ત્યારે લોકો તેમને જોઇએ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ તેમનો પ્રેમ જોઇ બધાં ખુશ થઈ જાય છે. કપલ અત્યારે બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે.

You cannot copy content of this page