Only Gujarat

International

20 વર્ષના પુત્ર સાથે પ્રેમ થયો અને કરી લીધા લગ્ન, બન્યો ચર્ચાનો વિષય

મોસ્કો: રશિયન સોશ્યલ મીડિયા સ્ટાર, તેમના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા પછી સમાચારોમાં છે. મરીના બલમશેવા (35) તેના ભૂતપૂર્વ પતિ એરે અને તેમના 20 વર્ષના પુત્ર સાથે 10 વર્ષથી વધુ સમય માટે રહી. મરીનાએ લગ્નના 10 વર્ષ પછી એરેને છૂટાછેડા આપી દીધા છે. ત્યારબાદ તેણે તેના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા. તે સોશિયલ મીડિયા પર આ વાત જાહેર થતા જ ચર્ચાનો વિષય બની રહી છે. મરીના વજન ઘટાડવાના વીડિયો મૂકીને સોશ્યલ મીડિયામાં લાઈમ લાઈટમાં આવી હતી. પહેલાં તેનું વજન ખૂૂબ હતું, જે તેણે બાદમાં ઘટાડ્યું હતું.

સગર્ભા મરીના નવા શહેરમાં જવાની તૈયારી કરી રહી છે
મરીનાએ કહ્યું કે છૂટાછેડા પછી, તેને તેના 20 વર્ષના સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને 2020ની શરૂઆતમાં લગ્ન કરવા જઇ રહ્યા હતા, પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે તેમની યોજના મુલતવી રાખવામાં આવી હતી. છેવટે પાછલા અઠવાડિયે તેમના લગ્ન થયાં. હવે બંનેનો એરે સાથે કોઈ સંબંધ નથી. મરીના ગર્ભવતી છે અને બંને મોટા શહેરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે.

મરીના આ રીતે ચર્ચામાં આવી હતી
બંનેએ લગ્નનાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. વજન ઘટાડવાની તેની જર્ની શેર કરતી વખતે, મરીનાએ એક ડોક્યુમેન્ટ્રીમાં કામ કર્યું હતું , જેના પછી તે લાઈમલાઈટમાં આવી. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને ખૂબ શેર કરવામાં આવી રહી છે, જેમાં તેઓ દસ્તાવેજો પર સહી કરી લગ્નની ઉજવણી કરતા નજરે પડે છે.

(મરીનાની પતિ સાથેની ફાઈલ તસવીર)

You cannot copy content of this page